બોમ્બે હાઈ કોર્ટમાં મરાઠા આરક્ષણ અંગે ગુરુવારે ચુકાદો જાહેર થવાની વકી


મુંબઇ, તા. 24 જૂન 2019, સોમવાર

મરાઠા આરક્ષણ સંબંધી બોમ્બે હાઈકોર્ટમાં અવાતા ગુરુવારે અંતિમ નિકાલ જાહેર કરવામાં આવશે. ૨૬ માર્ચના રોજ દલીલ પૂર્ણ થયા બાદ કોર્ટે પોતાનો ચુકાદો રાખી મૂક્યોહતો. દોઢ મહિના સુધી ચાલેલી સુનાવણી પર દલીલો થાય બાદ હજારો પાનાંના સાહિત્ય અને અહેવાલો રજૂ કરાયા બાદ તેમ જ રાજ્યના પછાતવર્ગના અહેવાલના અભ્યાસ બાદ આ ચુકાદો મહત્ત્વપૂર્ણ બની રહેશેે.

ન્યાયમૂર્તિ રણજીત મોરે અને ભારતી ડાંગરેની બેન્ચ સમક્ષ આરક્ષણ વિરોધી અને તેના સમર્થનની એમ દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી થઈ હતી. રાજ્ય પછાત વર્ગ પંચના અહેવાલને આધારે મરાઠા સમાજને ૧૬ ટકા આરક્ષણ આપવાનો આ નિર્ણય લીધો હતો.

સામાજિક અને શૈક્ષણિક જૂથમાં પછાત સમાજને આરક્ષણ આપવાનો અધિકાર સરકારને છે, એવો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો હતો.

જોકેકેન્દ્ર સરકારે ૧૫ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ કરેલી ૧૦૨મો બંધારણીય સુધારાને લીધે આરક્ષણ જાહેર કરવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિને જ છે આથી રાજ્ય સરકારે કરેલી જાહેરાત યોગ્ય નથી, એવી દલીલ વિરોધકોએ કરી છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ya62kA
via Latest Gujarati News

Post a Comment

0 Comments