
મુંબઇ, તા. 24 જૂન 2019, સોમવાર
નાગપુરમાં ભાજપના શહેર એકમના અધ્યક્ષ પ્રવીણ દટકેનો ગઇ કાલે પદગ્રહણ સમારંભ યોજાયો હતો એ જ વખતે શોર્ટ-સર્કિટને લીધે આગ લાગ્તા દોડધામ મચી ગઇ હતી. જોતજોતામાં કાર્યાલયમાં ધૂમાડો ફેલાવાથી કાર્યકરો ગુંગળામણથી બચવા બહાર દોડી ગયા હતાં.
આ કાર્યક્રમમાં ભાજપના વિધાનસભ્યો અને બીજા નેતાઓ પણ ઉપસ્થિત હતા. સદ્ભાગ્યે પક્ષના કેટલાક કાર્યકરોની સયમસૂચકતાને લીધે જાનહાની નિવારી શકાઇ હતદી અને આગ બુઝાવી નાખવામાં આવી હતી.
એક નેતાનું ભાષણ ચાલુ હતું એ જ વખતે ઇલેક્ટ્રિકના મીટર બોક્સમાં જોરદાર ધડાકો થયો હતો અને તણખા ઝરવા માંડયા હતા. જોતજોતામાં ધુમાડો ફેલાઇ ગયો હતો. બધા બહાર દોડી જતા જાનહાની નિવારાઇ હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X6oluo
via Latest Gujarati News
0 Comments