નજીકના ભવિષ્યમાં ચીપવાળા નવા ઇ-પાસપોર્ટ મળશે: એસ.જયશંકર


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.24 જૂન, 2019, સોમવાર

વિદેશ પ્રધાન એસ.જયશંકરે આજે કહ્યું હતું કે તેમના મંત્રાલયે  પ્રાથમિકતાના ધોરણે ઇ-પાસપોર્ટ બનાવવાની દરખાસ્ત કરી હતી કે જેથી એડવાન્સ્ડ સીક્યોરિટી ફીચર સાથેના પ્રવાસના દસ્તાવેજો નજીકના ભવિષ્યમાં અરજદારોને આપી શકાય. સાતમા પાસપોર્ટ દિવસે બોલતાં જયશંકરે કહ્યું હતું કે નાગરિકોને ચીપ સાથેનો ઇ-પાસપોર્ટ જારી કરવાના સબંધમાં ઇન્ડિયા સીક્યોરિટિ પ્રેસ સાથે ચર્ચાની શરૂઆત કરી હતી.

'અમે પ્રાથમિકતાના ધોરણે ઇ-પાસપોર્ટ તૈયાર કરવાની દરખાસ્ત મૂકી હતી કે જેથી એડવાન્સ્ડ સીક્યોરિટી ફીચર સાથેનો એક નવોજ પાસપોર્ટ આપી શકાય'.તેમણે કહ્યું હતું કે અગાઉની મોદી સરકારે આપેલા વચન મુજબ તેમનું મંત્રાલય જ્યાં સેવા કેન્દ્રો નથી તેવા દરેક લોકસભા મત વિસ્તારમાં નવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાની  પ્રક્રિયા ચાલુ જ રાખશે.

' વિદેશ મંત્રાલય અને નાણા મંત્રાલય આવા કેન્દ્રોને વહેલી તકે શરૂ કરવા અંગે ચર્ચા કરી ચૂક્યા હતા. એકવાર ફિઝિબિલીટી રિપોર્ટ આવી જાય ત્યાર પછી આવા ક્ેન્દ્રો શરૂ કરવા લોકેશનોની જાહેરાત કરીશું'એમ તેમણે કહ્યું હતું. છેલ્લા પાંચ વર્ષોમાં પાસપોર્ટ સેવા કેન્દ્રોએ  ઘરે પહોંચાડેલા પાસપોર્ટની સેવા એક ક્રાંતિ હતી.

વિદેશ મંત્રાલયનો મેન્ડેટ સુશાસન અને પારદર્શક, સક્ષમ, સમયસર, અસરકારક, ભરોસાપાત્ર, ખાતરી વાળું અને જવાબદેહી જાહેર વિતરણ સેવા બનવાનો છે.દર વર્ષે સરેરાશ એક કરોડ પાસપોર્ટ જારી કરાય છે તેની નોંધ લઇ જયશંકરે જાન્યુઆરી, ૨૦૧૭ સુધીથી ૪૧૨ સેવા કેન્દ્રો શરૂ કરવા બદલ સંદેશાવ્યવહાર મંત્રી રવિશંકર પ્રસાદનો આભાર માન્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Nc7lP1
via Latest Gujarati News

Post a Comment

0 Comments