
લખનઉ, તા. 26 જૂન, 2019, બુધવાર
ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં ગોમતી નદીની આસપાસની ગંદકીને લઇ રાજ્યની યોગી સરકાર ખૂબ નારાજ છે.આજે મળેલી સમીક્ષા બેઠકમાં યોગી બેદરકારી દાખવનાર અધિકારીઓ પર ખૂબ નારાજ થયા હતા.આ અધિકારીઓની બેદરકારીના કારણે નગર નિગમને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) એ રૂપિયા બે કરોડનો દંડ ફટકાર્યો હતો. પરંતુ યોગી સરકાર હવે એ રકમ અધિકારીઓ પાસેથી વસુલ કરશે.
યોગીએ કહ્યું હતું કે દંડની રકમ આ ચારે અધિકારીઓ પાસેથી વસુલ કરાશે જેમાં એક તો રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી મુલાયમ સિંહ યાદવના વેવણ છે. ચારેને નોટીસ ફટકારવા મહાનગર કમિશનરએ અપર નગર કમિશનરને આદેશ કર્યો હતો. બન્યું એવું કે ગોમતી નદીના કિનારે સ્વચ્છતાનો અભાવ છે અને ત્યાં કચરાના ઢગ દેખાય છે. ગંદકીના કારણે એનજીટીએ લખનઉ મ્યુ.કોર્પોરેશનને આ દંડ ફટકાર્યો હતો.
વાસ્તવમાં એક મહિના પહેલાં જ એનજીડીએ મ્યુ.કોર્પો.ને ગોમતીના કિનારેથી ગંદકીને દૂર કરવા આદેશ કર્યો હતો. ગોમતીની સફાઇ માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. છતાં ગોમતી ગંદી રહે છે. વિભાગની તપાસમાં જાણવા મળ્યું હતું કે નગર વહીવટી તંત્રે સફાઇ તો કરાવી હતી, પરંતુ ગોમતીની આસપાસનો કચરો ઉપાડયો નહતો. આ કારણસર તેની પર દંડ ફટકારવામાં આવ્યો હતો.
મ્યુ.કમિશનરે આ બેદરકારી બદલ ચાર અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા જેમાં ચીફ એન્જીનીયર એસ.પી. સિંહ, ચીફ એન્જીનીયર રામ નગીના ત્રિપાઠી, ઝોનલ અધિકારી રાજેશ ગુપ્તા અને મુલાયમ સિંહના વેવણ અમ્બી બિષ્ટનો સમાવેશ થતો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KEF2q7
via Latest Gujarati News
0 Comments