
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 24 જૂન 2019, સોમવાર
તમન્ના ભાટિયાએ મુંબઇના પશ્ચિમના પરામાં એક અતિ મોંઘો સોદો કર્યો છે. અભિનેત્રીએ સ્કેવર ફૂટ દીઠ રૂપિયા ૮૦,૭૭૮ ચુકવીને એક ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટ જે એરિયામાં તેણે ખરીદ્યો છે, તેના કરતાં લગભગ ૫૦૦ મીટરની દૂરી પરના જગ્યાના ભાવ રૂપિયા ૩૫થી ૪૦ હજાર છે.
તમન્નાએ આ સોદો ગયા મહિને સાઇન કર્યો છે.આ ફ્લેટ જુહુ વર્સોવાના સી સાઇડ તરફનો છે. બહુમાળી બિલ્ડિંગમાં તમન્નાનો ફ્લેટ ૧૪મા માળે આવેલો છે. તેણે આ ફ્લેટ માટે રૂપિયા ૧૬ કરોડ અને ૬૦ લાખ ચુકવ્યા છે. આ ફ્લવેટ ૧૯૧ સ્કેર ફૂટનો છે. રેડી રેકનરના અનુસાર આ અપાર્ટમેન્ટની કિંમત રૂપિયા ચાર કરોડ છપ્પન લાખ છે. તમન્નાએ આ ફ્લેટ માટે રૂા. ૯૯. ૬૦ લાખ ફ્લેટના રજિસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડયુટિના ભર્યા છે.
૨૨ માળના બહુમાળી બિલ્ડિંગમાં તમન્નાને બે કાર પાર્કિંગ મળ્યું છે. એક બ્રોકરના અનુસાર '' આ ૨૨ માળનું બહુમાળી બિલ્ડિંગના દરેક ફ્લેટની સાઇડથી ઘમઘતા દરિયાને જોઇ શકાય છે. તેમજ અભિનેત્રી આ ફ્લેટમાં મનપસંદ રીતે ઇન્ટિરિયર કરાવી શકશે. તેને આ ફ્લેટ માટે કદાચ રૂપિયા બે કરોડ ઇન્ટિરિયર માટે ફાળવવા પડશે.''
મુંબઇમાં હાલ સેલિબ્રિટિઓ પ્રોપર્ટીમાંથી રૂપિયા રોકી રહ્યા છે. આમિર ખાને પણ રૂપિયા ૩૫ કરોડમાં ઓફિસ ખરીદી છે. જ્યારે આલિયાએ પણ રૂપિયા ૧૩.૧૧ કરોડમાં જુહુમાં ફ્લેટ લીધો છે. તો વિવેક ઓબેરોયે પણ રૂપિયા ૧૪.૨૫ કરોડમાં જુહુમાં બંગલો ખરીદ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XwiHkD
via Latest Gujarati News
0 Comments