મોદીજી અમને હિંસા, ભેદભાવ ભરેલુ 'ન્યૂ ઇન્ડિયા' નહીં અમારૂં જુનું ઇન્ડિયા જ જોઇએ : આઝાદ


અમે સબકા સાથ સબકા વિકાસ મુદ્દે મોદીની સાથે છીએ પણ તેનો વાસ્તવમાં અમલ કરવા માગ 

નવી દિલ્હી, તા.24 જૂન, 2019, સોમવાર

લોકસભાની સાથે રાજ્યસભામાં પણ સત્રની શરૂઆત થઇ ગઇ છે. અહીં કોંગ્રેસની કમાન ગુલામ નબી આઝાદે સંભાળી છે. ગુલામ નબી આઝાદે વર્તમાન સરકારની નીતીઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. 

તેમણે કહ્યું હતું કે અમારે જુનુ ભારત જ જોઇએ છે સરકાર જે ન્યૂ ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયા કરે છે તેમાં હિંસાનું પ્રમાણ વધુ છે, જાતી અને ધર્મના નામે ન્યૂ ઇન્ડિયામાં હિંસા વધી રહી છે. માટે અમને અગાઉનું અમારુ જે જુનુ અને શાંત તેમજ ભાઇચારા વાળુ ઇન્ડિયા હતું તે જ પસંદ છે અને અમારે તે જ પરત જોઇએ છે. આઝાદે કહ્યું હતું કે અગાઉ જ્યારે દલિતો અને લઘુમતી પર હુમલા થતા હતા ત્યારે હિંદુઓને પણ દુ:ખ થતું હતું. 

આઝાદે કહ્યું હતું કે ભાજપ ભાગલાવાદી રાજનીતી કરીને ભલે ચૂંટણી જીતી હોય પણ તેની નીતીઓથી દેશ હારી ગયો છે. અમે નરેન્દ્ર મોદીના સબકા સાથ, સબકા વિકાસના લક્ષની સાથે છીએ. પણ લોકોને ખરેખર એવુ વાસ્તવમાં દેખાવું પણ જોઇએ કે ખરેખર દરેકનો વિકાસ થઇ રહ્યો છે. સાથે આઝાદે કહ્યું કે ગાંધીના હત્યારા ગોડ્સેને દેશભક્ત ગણાવનારી ભાજપ હાલ સંસદમાં છે. 

આઝાદે આ નિવેદન ભોપાલના સાંસદ પ્રજ્ઞાા ઠાકુરના નિવેદનને ધ્યાનમાં રાખીને આપ્યું હતું. મારી મોદીને ફરિયાદ છે કે પ્રજ્ઞાા ઠાકુરે ગોડ્સેને દેશભક્ત કહ્યો છતા તેની વિરુદ્ધ કોઇ પગલા પક્ષે કેમ નથી લીધા. 

નેહરુનો ઉલ્લેખ કરતા આઝાદે કહ્યું કે એક દિવસ નેહરુ પોતાના ઉમેદવારના પ્રચાર માટે ગયા, લોકોએ નેહરુને કહ્યું કે તમે જે ઉમેદવાર ઉભો રાખ્યો છે તેની વિરુદ્ધ અનેક કેસો છે અને અપરાધી છે, બાદમાં નેહરુને લોકોને અપીલ કરી હતી કે મારા નહીં પણ જે અપક્ષ અને સ્વચ્છ છબી વાળા અપક્ષ ઉમેદવાર છે તેને મત આપજો. મોદી પાસે અપેક્ષા છે કે તેઓ પ્રજ્ઞાા ઠાકુર સામે પગલા લે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/31UUl3l
via Latest Gujarati News

Post a Comment

0 Comments