
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.23 જૂન 2019, રવિવાર
રક્તદાન શ્રેષ્ઠ દાન છે. લોકોને રક્તદાન કરવા માટે સરકાર અને સામાજિક સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમ અને જનજાગૃતિ કરાય છે. સોલાપુરમાં લોકોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે અનોખો નુસખો કરાયો હતો. રક્તદાન કરનારાને મફતમાં પાંચ લીટર પેટ્રોલ ભેટ તરીકે અપાશે.
સિધ્ધેશ્વર હાઈવે પેટ્રોલ પમ્પ દ્વારા આયોજીત રક્તદાન શિબિરમાં ઉપરોક્ત રક્તદાન સામે પેટ્રોલ ભેટ આપવાનું જાહેર કરાયું હતું.
આ પ્રકારની જાહેરાત કરવાથી ત્યાં રક્તદાન કરવા લોકોની લાંબી કતાર લાગી હતી. આ વેળા રક્તદાન કરીને કોઈ પોતાની ગાડી કે સ્કુટરમાં પેટ્રોલ ભરાવતા હતા. તો કેટલા પેટ્રોલ માટે સાથે ડબા લઈ આવ્યા હતા. આ શિબિરમાં બપોર સુધી ૭૦૦થી વધુ લોકોએ રક્તદાન કરવામાં સહભાગી થયા હતા. અપેક્ષા કરતાં રક્તદાનમાં આયોજકને લોકો વધુ સહભાગી થયા હતા.
રાજ્યમાં લગભગ સર્વ બ્લડ બેંકોમાં લોહીની અછત વર્તાઈ રહી છે. આથી રક્તદાન શિબિરનું આયોજન અને ઉત્સફૂર્તપણે રક્તદાન કરવાની આવશ્યકતા છે. આ માટે ટોપી, બેચ જેવી વસ્તુનું વિતરણ કરાય છે. પણ લાલચ કે પ્રલોભન આપીને રક્તદાન કરાવુ એ કાયદાનું ગુનો છે.
રક્તદાન સંદર્ભના કાયદામાં જે રક્તદાતાની વ્યાખ્યા કરાઈ છે. જે શારીરિક દ્રષ્ટિ સુદ્રઢ હોય અને કોઈપણ ફાયદો કે વળતર વગર રક્તદાન કરે તે રક્તદાતા છે. આથી આવા પ્રકારના પ્રલોભન અથવા આશિષ દાખવીને રક્તદાન કરવું કાયદામાં ગુનો છે. માત્ર લોહીનાં જથ્થાની સ્થિતિ જોતા જર પ્રોત્સાહન તરીકે ભેટ વસ્તુ આપી તો તે ગેરકાયદે નથી એવું નાગરિકોનું કહેવું છે. કંઈ પણ હોય સોલાપુરમાં આ પ્રકારનો અનોખો નુસખો કરીને લોહીનો જથ્થો એકઠો થયો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IZRVIa
via Latest Gujarati News
0 Comments