મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં લીચીના વેચાણ પર જોરદાર ફટકો


- બીમારીનું એક કારણ લીચી માનવામાં આવે છે એટલે લોકો ખરીદવાનું ટાળે છે

મુંબઇ તા. 23 જૂન 2019, રવિવાર

બિહારમાં મગજના તાવની બીમારીએ લગભગ દોઢસો બાળકોનો ભોગ લેતા હાહાકાર મચી ગયો છે. આ બાળકોના મોત પાછળનું એક કારણ લીચી ગણાવવામાં આવતું હોવાથી મુંબઇ થાણે, નવી મુંબઇમાં લીચીના ધંધાને જોરદાર ફટકો પડયો છે. ગ્રાહકોના અભાવે લીચી ગાયબ થવા મોડી છે.

મુંબઇ અને નવી મુંબઇની ફળ બજારોમાં લીચી મુખ્યત્વે બિહારથી આવે છે. હજારો લોકો લીચી ફ્રુટના વેચાણનો ધંધો કરે છે. પણ જ્યારથી બિહારમાં મગજના તાવ (ચમકી બુખાર)ની  બીમારીએ કાળો કેર વર્તાવ્યો છે અને આને માટે લીચીને પણ જવાબદાર ગણવામાં આવે છે તેને પગલે મુંબઇ, નવી મુંબઇ, થાણે, કલ્યાણ સહિતના વિસ્તારોમાં લીચીના ધંધાને મરણતોલ ફટકો પડયો છે. પહેલા તો ફૂટપાથો ઉપર, માર્કેટોમાં અને રેલવે સ્ટેશનોની બહાર લીચી વેંચતા ફેરિયાઓ દેખાતા હતા. પણ  પરંતુ હવે ગ્રાહકો જ આવતા ન હોવાથી જાણે ધંધો જ ખતમ થઇ ગયો છે.

ફળબજારના કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે અમે તો બિહારથી લીચી મગાવાનું જ બંધ કરી દીધું છે. દાદરથી ફળ બજારના એક વેપારીએ કહ્યું હતું કે મેં લીચી વેંચવાનું બંધ કરી જાંબુ વેચવાનું શરૂ કર્યું છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X2O4DU
via Latest Gujarati News

Post a Comment

0 Comments