
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 28 જૂન, 2019, શુક્રવાર
ભારતીય મૂળના એક વેપારી પર દેશમાં દાણચોરી દ્વારા ડ્રગ ધુસાડવાનો અને તેમાંથી મળનાર પૈસાથી મની લોન્ડરિંગના કરવાનો આરોપ મૂકાયો હતો. મૂળ મુંબઇના જીતેન્દ્ર હરીશ બેલાણી ઉર્ફે જીતુ સામે આઠ કાઉન્ટનો આરોપ મૂકાયા હતા જેમાં તેને વધુમાં વધુ ૨૫ વર્ષ કરતાં વધુની નહી એવી જેલની સજા અને દસ લાખ ડોલરનો દંડ કરાશે.
૩૬ વર્ષના બેલાણી પર શીડયુલ ટુ અને શીડયુલ ચારની નિયંત્રિત દવાઓની આયાત, અમેરિકામાં દાણચોરી દ્વારા કેફી ડ્રગ ઘુસેડવાના ષડયંત્ર, મની લોન્ડરિંગ અને વિવિધ નિયંત્રિત ડ્રગ લાવવાનો આરોપ હતો.
૨૦૧૫થી ૨૦૧૯ વચ્ચે બેલાણી અને તેના ષડયંત્રકારો લીએચપીએલ વેન્ચર્સ મારફતે ટેપેન્ટાડોન, ટ્રામાડોલ, કેરીસોપ્રોડોલ અને મોડાફિનિલ સહિતની માત્ર ડોકટરના પ્રીસ્ક્રિપશન સિવાય અપાય નહી તેવી પ્રતિબંધીત દવાઓની અમેરિકામાં આયાત કરી હતી.
આરોપનામામાં એવો પણ આરોપ મૂકાયો હતો કે ૨૦૧૫થી ૨૦૧૭ વચ્ચે બેલાણીએ વિલિયમ કુલાકેવિચ અને જુલીયા ફિસ સાથે મળી એડિઝોલમ તરીકે જાણીતા દવાની ગેરકાયદે આયાત કરી હતી જેને કુલાકેવિચ અને ફિસ વેબસાઇટ મારફતે વેચતા હતા. અનુસાર, બેલાણી ભારતમાં લીએચપીએલ વેન્ચર્સ નામે ડ્રગ વિતરણ કેન્દ્ર ચલાવે છે.
યુએસ કસ્ટમ અને બોર્ડર પ્રોટેકશનના અધિકારીઓથી બચવા બેલાણી અને તેના સાથીઓ એવા ખોટા ડેકલેરેશન કરતા અને લીએચપીએલ વેન્ચર્સ દ્વારા મોકલાયેલા દવાઓનું અન્ડરવેલ્યું કરતા હતા.આરોપ નામા અનુસાર, બેલાણીએ યુએસ કસ્ટમના સત્તાવાળાઓ તેની ચેકિંગ ના કરે અને માલ પકડાય નહીં એ માટે નાની નાની માત્રામાં તેને મંગાવતી અને ત્યાર પછી અનેક જગ્યાએ મોકલી આપતા હતા.
બેલાણીએ હજારો ડોલરની ચૂકવણી અમેરિકાના બેંક ખાતાઓમાંથી ભારતમાં પોતાના બેંક ખાતામાં કરી હતી. આ માટે બેલાણીએ અમેરિકામાં દાણચોરી દ્વારા ડ્રગને લાવવાના સતત પ્રયાસો કર્યા હતા, એમ ન્યાય વિભાગે કહ્યું હતું.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KKjBEf
via Latest Gujarati News
0 Comments