
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 19 જુલાઇ, 2019, શુક્રવાર
પોલીસે ૧.૫ કરોડની કિંમતના ૫૦૦ કિલોગ્રામથી વધુ ગાંજાના જથ્થાને જપ્ત કરી દિલ્હી અને નેશનલ કેપિટલ રીજન (એનસીઆર)માં નશીલા પદાર્થોની હેરાફેરી બદલ બે જણની અત્રે અટક કરી છે.
આરોપીઓ સુબે સિંઘ (૩૧) અને દીપક (૩૪) ભાગીદાર છે અને દિનેશ પાલ નામના ત્રીજા આરોપી માટે કામ કરે છે. દિનેશને પકડવો બાકી છે. સિંઘ અને દીપકે આંધ્રપ્રદેશ અને ઓડિશાની સરહદ (એઓબી) સ્થિત જંગલોમાંથી સસ્તા દરે ગાંજાનો જથ્થો મેળવ્યો હતો, જેને દિલ્હી - એનસીઆરમાં ઊંચી કિંમતે વેચવામાં આવ્યો હતો.
હરિયાણાના રજિસ્ટ્રેશનવાળી ટ્રકમાં બનાવાયેલી ખાસ જગ્યામાં છૂપાવાયેલા ગાંજાના મોટા જથ્થા સાથે બદમાશો તુઘલકાબાદ ખાતે આવનારા હોવાની બાતમી પરથી પોલીસે આરોપીઓને ગાંજાને મોટરમાં ગોઠવતી વખતે ઝડપી પાડયા હતા. આરોપીઓએ કબૂલ કર્યું કે એમણે એઓબી પાસે આવેલી પૈડાવાલાસા નામની જગ્યાએથી ઉપરોક્ત જથ્થો મેળવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30LGICl
via Latest Gujarati News
0 Comments