ઇમરજન્સી કોડના બદલે હાઇજેક કોડ 'ટ્રાન્સમિટ' કરવા બદલ પાઇલોટ સસ્પેન્ડ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 19 જુલાઇ, 2019, શુક્રવાર

હવાઇ ઇડ્ડયનોના નિયમનકાર એવા ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ ગઇ તા.૯ જુને દિલ્હી-શ્રીનગરના ઉડ્ડયન દરમિયાન હાઇજેક કોડને ભૂલભરેલી રીતે, એરટ્રાફિક સર્વિસીસને ટ્રાન્સમિટ કરવા બદલ એરએશિયા ઇન્ડિયાના એક પાઇલોટને ત્રણ માસ માટે સસ્પેન્ડ કર્યા છે.

એરએશિયા ઇન્ડિયાના દિલ્હી - શ્રીનગર વચ્ચેના આ ઉડ્ડયન આઇપ-૭૧૫માં એક એન્જિન બંધ પડી ગયું હતું. આથી પ્રથમ ઓફિસર (પાઇલોટ)એ એરટ્રાફિક સર્વિસીસ (એટીએસ)ના સત્તાવાળાઓને ઇમરજન્સી કોડ ૭૭૦૦ ટ્રાન્સમિટ કરવો જોઇતો હતો, જેના બદલે પાઇલોટે એટીએસને હાઇજેક કોડ ૭૫૦૦ ટ્રાન્સમિટ કરવાની ભૂલ કરી હતી.

ડીજીસીએ આવી ભૂલ કરનાર પાઇલોટને ગઇ તા. ૨૮ જુને કારણદર્શક નોટિસ પાઠવી હતી. જો કે પાઇલોટે જણાવેલો જવાબ અસંતોષકારક જણાતા, એમને આજે ત્રણ માસ માટે સર્વિસમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે, એમ સ્ત્રોતોએ જણાવ્યું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GmHVbk
via Latest Gujarati News

Post a Comment

0 Comments