
(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. 19 જુલાઇ, 2019, શુક્રવાર
પાકિસ્તાનના કાયદા અનુસાર પાકિસ્તાન ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપશે તેમ ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
જાધવને વિયેના સંધિ હેઠળ મળતા અધિકારોની જાણ કરી દેવામાં આવી છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ(આઇસીજે)ના ચુકાદા પછી કમાન્ડર કુલભૂષણ જાધવને કોન્સ્યુલ રિલેશન હેઠળ વિયેના સંધિના પેરગ્રાફ ૧(બી)ના આર્ટિકલ ૩૬ હેઠળ તમામ અધિકારોની જાણ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ, ૨૦૧૭માં ભારતના નિવૃત્ત નેવી અધિકારી ૪૯ વર્ષીય જાધવને જાસૂસીના આરોપ હેઠળ પાકિસ્તાનની સૈન્ય કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જાધવની ફાંસીની સજા અટકાવવા ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ફાંસીની સજા સ્થગિત કરવાની માગ કરી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2O4E4Gk
via Latest Gujarati News
0 Comments