
(પીટીઆઈ) ઈસ્લામાબાદ, તા. 19 જુલાઇ, 2019, શુક્રવાર
પાકિસ્તાની ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે હાલમાં બંદીવાન બની રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝ સામે બહુ ગાજેલા અવેનફિલ્ડ એપાર્ટમેન્ટસ્ કેસમાં બનાવટી દસ્તાવેજો સુપરત કરવા બદલ દાખલ થયેલી અરજીને રદ કરી છે
પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ- એન)ના ઉપાધ્યક્ષ ૪૫ વર્ષના મરિયમ સામે ઉપરોક્ત કેસની સુનાવણી દરમિયાન બનાવટી ટ્રસ્ટ દસ્તાવેજ સુપરત કરવાનો આરોપ મૂકાયો હતો. ૨૦૦૬માં કેલિબ્રિ ફોન્ટ જ્યારે જાહેર ઉપયોગ માટે ઉપલબ્ધ નહોતા ત્યારે ઉપરોક્ત દસ્તાવેજ એ ફોન્ટ (અક્ષર)માં લખવામાં આવ્યો હતો.
આથી આ બનાવટી ટ્રસ્ટ દસ્તાવેજના મામલે પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબિલિટિ બ્યુરો(એનએબી)એ એકાઉન્ટેબિલિટિ જજની કોર્ટમાં મરિયમ સામે અરજી દાખલ કરી હતી.
આ કોર્ટના ન્યાયમૂર્તિ મહંમદ બશિરે કેસની સુનાવણી પછી ચૂકાદો અનામત રાખ્યો હતો અને થોડીવારમાં કેસને રદ કરાયો હોવાનું જાહેર કર્યું હતુ. મરિયમે પ્રતિભાવમાં જણાવ્યું કે જજ અને એનએબીએ અમારા માટેના ભારે હતાશાપૂર્ણ વાતાવરણમાં એક રાહતરૂપે ભવ્યતા પૂરી પાડી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32C5lmH
via Latest Gujarati News
0 Comments