15 ઓગષ્ટ પહેલાં જમ્મુ કશ્મીર પોલીસે હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીને ઝડપી લીધા


શ્રીનગર, તા. 26 જુલાઇ 2019, શુક્રવાર  

બરાબર પંદરમી ઓગષ્ટે એક આતંકવાદી હુમલો કરવાની યોજના ઘડી રહેલા હિઝબુલ મુજાહિદ્દીનના બે રીઢા આતંકવાદીને જમ્મુ કશ્મીર પોલીસે સમયસર ઝડપી લીધા હતા.

જમ્મુ કશ્મીર પોલીસના એસએસપીએ મિડિયા સાથેની વાતચીત દરમિયાન એવી માહિતી આપી હતી કે પોલીસને અગાઉથી મળેલી બાતમી મુજબ આ બંને પર નજર રાખી હતી. તક મળતાં બંનેને ઝડપી લીધઆ હતા. પૂછપછ દરમિયાન આ બંનેએ એવો એકરાર કર્યો હતો કે 15મી ઓગષ્ટે મોટો હુમલો કરવાનું આયોજન બંને કરી રહ્યા હતા. આથી વધુ વિગતો આપવાનો હાલ પોલીસે ઇનકાર કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yfEQ8w
via Latest Gujarati News

Post a Comment

0 Comments