મેડિકલ નીગ્લીજન્સનો વધુ એક કિસ્સો, જબલપુરની હૉસ્પિટલમાં એક જીવિત કિશોરને મૃત જાહેર કર્યો

જબલપુર, તા. 27 જુલાઇ 2019, શુક્રવાર

જબલપુરના એક કિશોરને ડિસ્ટ્રી્કટ વિક્ટોરિયા હૉસ્પિટલના ડૉક્ટરોએ મરેલો જાહેર કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે લઇ જવાતો હતો ત્યારે જીવંત જણાતા એ કિશોરના કુટુંબીજનોએ ધમાલ મચાવી દીધી હતી.

જબલપુર નગર નિગમે બનાવેલા રહેવાસી મકાનમાં ભાડે રહેતી એક મહિલા સવિતાને એના મકાનમાલિક સાથે કોઇ બાબતે ઝગડો થતાં બે મહિલાઓ સવિતાને મારવા માંડી હતી. માતાને માર ખાતી જોઇને એનો પુત્ર અનુરાગ વચ્ચે પડતાં પેલી મહિલાઓએ અનુરાગને ખૂબ મારપીટ કરી હતી. અનુરાગને બેશુદ્ધ અવસ્થામાં વિક્ટોરિયા ડિસ્ત્રીક્ટ હૉસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ એને તપાસીને મરણ પામેલો જાહેર કર્યો હતો. 

દરમિયાન, ઝગડાનો મામલો હોવાથી પોલીસ આવી હતી અને પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે લઇ જતા હતા ત્યારે અનુરાગના શરીરમાં હલનચલન જેવું લાગતાં કુટુંબીજનોએ તપાસ કરી હતી. અનુરાગ જીવતો હતો. તો ડૉક્ટરોએ એને મરેલો કેમ જાહેર કર્યો એ મુદ્દે અનુરાગનાં સ્વજનોએ ધમાલ મચાવી દીધી હતી. પોલીસે માંડ માંડ મામલો થાળે પાડ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GvGTK6
via Latest Gujarati News

Post a Comment

0 Comments