અબુ કિતાલે મંદિરના મહાપ્રસાદમાં ઝેર મેળવવાનો પ્રયાસ કર્યો હતો : મહારાષ્ટ્ર ATS


મુંબઇ, તા. 26 જુલાઇ 2019, શુક્રવાર 

વ્યવસાયે ફાર્માસિસ્ટ એવા અબુ કિતાલે આ વર્ષના આરંભે ઇસ્લામિક સ્ટેટના ઇશારી મહારાષ્ટ્રના મુંબ્રેશ્વર મંદિરના મહાપ્રસાદમાં ઝેર મેળવવાનો પ્રયાસ કર્યો હતો એવું મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે કહ્યું હતું.

આ વર્ષના આરંભે મહારાષ્ટ્ર રાજ્ય પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (એસઆઇટી)એ ઇસ્લામિક સ્ટેટના સંપર્કમાં રહેલા દસ ભાવિ આતંકવાદીની ધરપકડ કરી હતી. એ દસમાં અબુ કિતાલનો પણ સમાવેશ થયો હતો. અબુનું સાચું જમ્માન નવાબ ખુટેઉપાડ છે. એ મુંબઇ મહાનગર પાલિકામાં નોકરી પણ કરી ચૂક્યો છે. એસઆઇટીએ જણાવ્યા મુજબ અબુએ આઇએસઆઇએસની મિલિટરી સાયન્સ ચેનલ પરથી આ કાતિલ ઝેર બનાવવાની ફોર્મ્યુલા મેળવી હતી. એ પોતે ફાર્માસિસ્ટ હોવાથી ઝેર બનાવી શક્યો હતો અને મંદિરના મહાપ્રસાદમાં મેળવવા એક બોટલમાં  ભરી રાખ્યું હતું. 

એ પોતાના આ કાવતરાનો અમલ કરે એ પહેલાં એ અને એના નવ સાથી એમ કુલ દસ જણને એસઆઇટીએ ઝડપી લીધા હતા. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે આ દસે જણની કરેલી આકરી પૂછપરછમાં અબુએ પોતાના કાવતરાની જાણ કરી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Gt5rU4
via Latest Gujarati News

Post a Comment

0 Comments