
આલોક શર્માને આંતર રાષ્ટ્રીય વિકાસ મંત્રાલય ફાળવાયું
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 25 જુલાઇ, 2019, ગુરૂવાર
બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જ્હોનસના કેબિનેટમાં પ્રીતિ પટેલને ગહમંત્રાલય સહિત મહત્વના ત્રણ મંત્રાલયોમાં ભારતીય મૂળના ત્રણ નેતાઓની નિમણૂક કરાઈ છે. બોરીસ જ્હોનસને નવા વડાપ્રધાન તરીકે હોદ્દો સંભાળ્યા બાદ 'જો અને તો અથવા કિંતુ-પરંતુ' વિના 31મી ઓક્ટોબરે ઈંગ્લેન્ડ ઈયુમાંથી નીકળી જશે તેવી જાહેરાત કરી હતી.
રાણી એલિઝાબેથે જ્હોનસનન બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે નિમણૂક કર્યાના કલાકોમાં જ તેમણે ગહમંત્રી તરીકે પ્રીતિ પટેલ, આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી તરીકે આલોક શર્મા અને નાણામંત્રાલયમાં મુખ્ય સચિવપદે રિશી શૌનકની નિમણૂક કરી હતી. રિશી શૌનક ઈન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. આ ઉપરાંત તેમણે વિદેશ મંત્રી તરીકે પાકિસ્તાની મૂળના સાજિદ જાવેદની નિમણૂ કરી હતી.
10 ડાઉનિંગ સ્ટ્રીટ પર ગુરૂવારે નવી કેબિનેટની સૌપ્રથમ બેઠક મળી હતી, જેમાં શૌનકે બ્રિટનની નવી સરકારને ઘણી મજબૂત ગણાવી હતી. શૌનકે બ્રિટિશ સરકારમાં જુનિયર મંત્રી તરીકે વિવિધ ભૂમિકાઓ ભજવી છે અને જ્હોનસન કેબિનેટમાં તેમને બઢતી અપાઈ છે. 47 વર્ષીય પ્રીતિ પટેલને યુકેના ગહમંત્રી બનાવાયા છે. તેઓ હવે યુકેની સલામતી, ઈમિગ્રેશન અને વીસા નીતિઓના ઈન-ચાર્જ છે.
તેમની પાસે બ્રેક્ઝિટ પછી બ્રિટનમાં દુનિયાની દરેક વ્યક્તિ માટે વધુ નિષ્પક્ષ વીસા વ્યવસ્થાના જૂના વચનોને પૂરા થવાની આશા વ્યક્ત થઈ રહી છે. પટેલે કહ્યુ ંકે અમારા સંબંધીઓને પારિવારિક સમારંભો માટે બ્રિટન આવવા વીસા મેળવવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. રેસ્ટોરાં વિદેશીઓને નોકરી પર રાખી શકતા નહોતા, અમારા મંદિરો પૂજારીઓને બહારથી લાવી નહોતા શકતા. અમે હજારો પ્રોફેશનલ્સને નોકરી આપી શકતા નહોતા.
રિશી શૌનકે પણ દુનિયામાં ક્યાંય પણ રહેતા લોકો માટે વધુ નિષ્પક્ષ વિસા નીતિને સમર્થન આપ્યું છે. તેઓ નવા ચાન્સેલર અને પાકિસ્તાની મૂળના સાજિદ જાવેદ હેઠળ કામ કરશે. સાજિદ જાવેદ ટેરેસા મેની કેબિનેટમાં ગહમંત્રી હતા. બીજીબાજુ ભારતમાં જન્મેલા આલોક શર્માએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતત્વની દોડમાં જ્હોનસનનું સમર્થન કર્યું હતું.
51 વર્ષીય શર્મા રોજગાર મંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. હવે તેમને બઢતી સાથે આંતરરાષ્ટ્રીય વિકાસ વિભાગમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો અપાયો છે. શર્માએ તેમની નવી જવાબદારી અંગે કહ્યું કે, હું દુનિયામાં સૌથી ગરીબ અને સૌથી જોખમગ્રસ્ત લોકોનું જીવન બદલવા માટે કટિબદ્ધ છું. ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને રોજગારીની તકો તેમના સુધી પહોંચાડીશ.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32UO9ZA
via Latest Gujarati News
0 Comments