નવી દિલ્હી, તા. 26 જુલાઇ 2019, શુક્રવાર
ડાટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરતો પાટનગર નવી દિલ્હીનો એક યુવાન એક બે નહીં, નવ બેંકોના ક્રેડિટ કાર્ડની લાલચમાં સપડાયો અને બધા ક્રેડિટ કાર્ડ પરથી શોપિંગ કર્યા બાદ બિલ ન ચૂકવી શક્યો ત્યારે પત્ની અને પુત્રી સહિત આપઘાતનો પ્રયાસ કર્યાનો ચોંકાવનારો બનાવ દિલ્હીમાં બન્યો હતો.
એ યુવાન મરણ પામ્યો હતો જ્યારે એની પત્ની અને પુત્રી જીવન મરણ વચ્ચે ઝોલાં ખાય છે.
દિલ્હી પૂર્વના જગતપુરી વિસ્તારમાં રહેતા સુરેશે નવ બેંકોડના ક્રેડિટ કાર્ડ પરથી ખરીદી કરી હતી. ત્યારબાદ સતત ઊઘરાણીના ફોન આવતાં ડરી ગયેલા સુરેશે પત્ની મનજિત કૌર અને એમની પુત્રી તાન્યા સાથે પોતાના નિવાસસ્થાનના ચોથા માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દીધું હતું. સુરેશનું તત્કાળ મૃત્યું થયું હતું. એની પત્ની અને પુત્રી ગંભીર ઇજાઓ સાથે જીવનમરણ વચ્ચે ઝોલાં ખાય છે. આ ઘટના બનતાં સમગ્ર જગતપુરી વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો હતો. જગતપુરી પોલીસે આ કિસ્સાની તપાસ શરૂ કરી હતી.
મોટા ભાગની બેંકો એસએમએસ કે ફોન દ્વારા લોકોને ક્રેડિટ કાર્ડ લેવા લલચાવે છે. કોઇ પણ ચીજ ઊધાર મળતી હોવાથી માણસ જરૂર કરતાં વધુ ખરીદી કરી નાખે પછી બેંકવાળા રીતસર દાદાગીરી કરીને બિલનાં નાણાં, વ્યાજ, પેનલ્ટી વગેરે વસૂલ કરવા સતત ઊઘરાણી કરતા હોય છે જે આમ આદમીને ડરાવી દે. આ કિસ્સો પણ એવોજ હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JR4nLP
via Latest Gujarati News
0 Comments