કારગિલ વિજય દિનની વિશિષ્ટ ઊજવણી, મહારાષ્ટ્રમાં ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇક થશે ફરી રિલિઝ

મુંબઇ, તા. 26 જુલાઇ 2019, શુક્રવાર

આજે કારગિલ યુદ્ધ વિજય દિન નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્યમાં અનોખી રીતે ઊજવણી કરવાનો નિર્ણય કરાયો હતો. ઊરીમાં આતંકવાદી હુમલા પછી ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને રજૂ કરતી 

ફિલ્મ ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મ આજે ફરી થિયેટરોમાં રજૂ થશે અને પચીસ વર્ષ સુધીના યુવાનોને મફત દેખાડવામાં આવશે.

આજે લગભગ પાંચસો થિયેટરોમાં એક દિવસ માટે ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇક  ફિલ્મ રજૂ કરાશે અને યુવાનોને મફત દેખાડવામાંઆવશે.

1999ના જુલાઇની 26મીએ ભારતીય લશ્કરના મર્દ જવાનોએ પાકિસ્તાની લશ્કરને જડબાતોડ જવાબ આપીને પરાજય આપ્યો હતો. ત્યારના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાનની મુલાકાતે દોસ્તીની વાતો કરવા ગયા હતા. પાછળથી પાકિસ્તાનની લશ્કરના ત્યારના સેનાપતિ પરવેઝ મુશરૂફે ભારતની પીઠમાં ખંજર ભોંકતા કારગિલ વૉર શરૂ કરાવી દીધું હતું. ભારતીય લશ્કરે જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનને પરાજય આપ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Oi0Sm5
via Latest Gujarati News

Post a Comment

0 Comments