'સત્તે પે સત્તાની રીમેક માટે હવે શાહરૂખ ખાનનું નામ


(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ,તા. 25 જુલાઈ 2019, ગુરુવાર

'સત્તે પે સત્તા'ની રીમેક માટેના કલાકારોના નામની ચર્ચા થયા જ કરે છે. પહેલા આ ફિલ્મમાં હૃતિક રોશન કામ કરવાનો છે તેવી વાત હતી. પરંતુ અભિનેતાએ આ વાતને નકારી દીધી હતી. હવે આ ફિલ્મના મુખ્ય પાત્ર માટે શાહરૂખ ખાનનું નામ ચર્ચાઇ રહ્યું છે. કિંગ ખાન આ ફિલ્મમાં દીપિકા પદુકોણ સાથે ફરી જોવા મળે તેવી વાત છે. આ ફિલ્મ માટે કેટરિના કૈફનું નામ પણ ચર્યાયું છે. 

ફરાહ ખાન અને રોહિત શેટ્ટી ૧૯૮૨માં આવેલી અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની સફળ ફિલ્મ 'સત્તે પે સત્તા'ની રીમેકની તૈયારી કરી રહ્યા છે. ફરાહ ખાન પોતાના માનીતા અભિનેતા શાહરૂખ ખાનને લેવા ઇચ્છે છે. તેની સાથે અભિનેત્રી તરીકે દીપિકા પદુકોણને સાઇન કરે તેવી શક્યતા છે. કહેવાય છે કે, દીપિકાને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે. ફરાહને વિશ્વાસ છે કે હેમા માલિનીએ ભજવેલા પાત્રને દીપિકા યોગ્ય ન્યાય આપશે.

આ પહેલા પણ શાહરૂખ અને દીપિકાની જોડીએ ઘણી ફિલ્મોમાં ધમાલ મચાવી છે. રોહિત શેટ્ટીની 'ચેન્નઇ એક્સપ્રેસ'માં પણ આ જ જોડી હતી. 

'સત્તે પે સત્તા' ૧૯૮૨ની સુપરહિટ ફિલ્મ હતી. જેમાં હેમા માલિની, અમિતાભ બચ્ચન, અમજદ ખાન, રંજીતા, શક્તિ કપૂર, સચિન, પેન્ટલ અને રણજીત જેવા કલાકારો હતા. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SDiVSl
via Latest Gujarati News

Post a Comment

0 Comments