આર્જેન્ટીનાને 2-0થી હરાવીને બ્રાઝિલ કોપા અમેરિકાની સેમિ ફાઇનલમાં


રિયો, તા. 3 જુલાઈ 2019, બુધવાર

મેસી અને એગ્યુરો સહિતના ટોચના ખેલાડીઓ ધરાવતી આર્જેન્ટીનાની ટીમને નેમારની ગેરહાજરી છતાં બ્રાઝિલે ૨-૦થી હરાવીને કોપા અમેરિકાની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હાઈવોલ્ટેજ મુકાબલામાં યજમાન બ્રાઝિલ તરફથી ગેબ્રિયલ જીસસ અને રોબેર્ટો ફાર્મિનોએ એક-એક ગોલ ફટકાર્યા હતા. જ્યારે મેસીની ટીમ એક પણ ગોલ નોંધાવી શકી નહતી.

આ સાથે બ્રાઝિલે ૨૦૦૫થી મેજર ટુર્નામેન્ટમાં આર્જેન્ટીના સામે ન હારવાનો સિલસિલો જારી રાખ્યો હતો. હવે ફાઈનલમાં તેમનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ચિલી કે પેરૂ સામે થશે, જેમની વચ્ચે આવતીકાલે સવારે ૬.૦૦ વાગ્યે મુકાબલો ખેલાશે.

મેસી સહિતના આર્જેન્ટીનાના ખેલાડીઓએ નબળા રેફરિંગની ફરિયાદ કરી હતી. આર્જેન્ટીનાનો દાવો હતો કે, તેમને મેચમાં બે પેનલ્ટી કીક મળે તેમ હતી, પણ રેફરીએ આ નિર્ણાયક તબક્કે વિડિયો રેફરલ સિસ્ટમનો ઉપયોગ કર્યો નહતો અને આ કારણે ટીમને ફટકો પડયો હતો. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xvDN48
via Latest Gujarati News

Post a Comment

0 Comments