મુંબઇના લોકો માટે 26 અને 27 જુલાઇએ નેવીના જહાજો ખુલ્લા મુકાશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.19 જુલાઈ 2019, શુક્રવાર

કારગિલ વિજય દિવસના ઉપલક્ષમાં ૨૬મી અને ૨૭મી જુલાઇએ મુંબઇના લોકો  અને વિદ્યાર્થીઓ માટે નેવી તરફથી યુદ્ધ જહાજો ખુલ્લા મૂકવામાં આવશે. નૌકાદળના કાફલાના અગ્રીમ હરોળના આ યુદ્ધ જહાજો નેવલ ડૉકયાર્ડમાં જોવા મળશે.

સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ૨૬મી  જુલાઇએ ફક્ત સ્કૂલના વિદ્યાર્થીઓ સવારે ૯થી બપોરે ૩ દરમિયાન યુદ્ધ જહાજો જોઇ શકશે. ૨૭મી જુલાઇએ આમ નાગરિકોને નેવલ ડોક્યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે.

નેવલ ડૉક્યાર્ડના બેલાર્ડ એસ્ટેટમાં આવેલા ટાઇગર ગેટથી પ્રવેશ આપવામાં આવશે. સલામતીના કારણોસર મોબાઇલ ફઓન, કેમેરા અને હેન્ડબેગ સાથે ન રાખવાની તાકીદ કરવામાં આવી છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LvF44d
via Latest Gujarati News

Post a Comment

0 Comments