
હૈદરાબાદ, તા. 23 જુલાઇ, 2019, મંગળવાર
આંધ્ર પ્રદેશ વિધાનસભામાં આંઘ્ર પ્રદેશ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડીડેટ્સ ઇન ઇન્ડસ્ટ્રીઝ, જોઇન્ટ વેન્ચર્સ એન્ડ પ્રોજેક્ટ ખરડો પસાર કર્યા પછી ખાનગી ક્ષેત્રે સ્થાનિક યુવાનોને 75 ટકા નોકરી આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે. નવા કાયદા મુજબ, જો કોઇ એકમને સ્થાનિક કક્ષાએ યોગ્ય વ્યક્તિ ના મળે તો તેને રાજ્ય સરકારના સહયોગથી તાલીમ અપાશે. આ રીતે કોઇ પણ કંપની એમને યોગ્ય કુશળ માણસો મળતા નથી એવા બહાના કરી શકશે નહીં.
આંઘ્ર પ્રદેશના મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડીએ રાજ્યમાં કરેલી પદયાત્રા દરમિયાન વચન આપ્યું હતું કે તેઓ સ્થાનિક યુવાનોને નોકરી માટે અનામતની વ્યવસ્થા કરશે. ત્યાર પછી ચૂંટણી પ્રચારમાં પણ એ વચન આપવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારે બેરોજગાર યુવાનો માટે 1.33 લાખ ગ્રામ સહાયકની જગ્યાઓમાં નોકરી આપવાની જાહેરાત કરી હતી. આગામી ત્રણ વર્ષમાં ક્વોટા સીસ્ટમને તેઓ સંપૂર્ણપણે અમલી બનાવશે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઉદ્યોગોને સમજાવવા તેઓ પ્રયાસ કરશે. મધ્ય પ્રદેશે પણ સ્થાનિક યુવાનોને નોકરીમાં પ્રાથમિકતા આપવાની શરૂઆત કરી છે.
નવમી જુલાઇના રોજ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથે કહ્યું હતું કે સ્થાનિકોને નોકરીમાં 70 ટકા નોકરી મળે એ માટે તેઓ વિધાનસભામાં ખરડો લાવશે.ડીસેમ્બર 2018માં પ્રદેશમાં સત્તામાં આવ્યા પછી કનલનાથે આ સીસ્ટમની શરૂઆત કરી હતી. ઉપરાંત રાજ્યની નોકરી આપવાની ક્ષમતામાં વધારો થાય તે માટે તેઓ કૌશલ્ય વિકાસ પર વધારે ધ્યાન આપશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32QddB1
via Latest Gujarati News
0 Comments