વરુણ ધવન બાદ શ્રદ્ધા કપૂર શૂટિંગ વખતે ઇજાગ્રસ્ત


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.23 જુલાઈ 2019, મંગળવાર

વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર આવનારી ફિલ્મ  'સ્ટ્રીટ ડાન્સર'નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ સંપૂર્ણપણે ડાન્સ પર આધારિત હોવાથી વરુણ અને શ્રદ્ધાને મોટી એવી ઇજાઓ થયા કરે છે. હાલમાં જ શ્રદ્ધાનો પગ મચકોડાઇ ગયો હતો. આ પહેલા વરુણ ધવનનો પગ પણ મચકોડાઇ ગયો હતો.  શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર એક તસવીર મુકીને આ વાતની જાણ કરી હતી. શ્રદ્ધાએ તસવીર સાથેટાંક્યુ હતું કે, '' મારો પગ મચકોડાઇ જતાં ફિઝિયોથેરપિસ્ટ મારી વહારે સેટ પર દોડી આવી હતી.

આ ફિલ્મના  શૂટિંગ દરમિયાન મારી સાથેઆવું પ્રથમ વખત નથી બન્યું. આ પહેલા મારી ગરદન અને ખભામાં ઇજા પહોંચી હતી, અને હવે પગમાં ભાંગ્યો  છે. ફિઝિયોથેરપીસ્ટ મારી સારવાર કરવા આવી તે બદલ હું તેનો આભાર માનું છું.'' આ પહેલા વરુણ જ્યારે રેમો ડિસાઝો સાથે ડાન્સ કરતો હતો ત્યારે તેના ઘૂંટણમાં તકલીફ થઇ હતી. ' 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LCl1kD
via Latest Gujarati News

Post a Comment

0 Comments