
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 23 જુલાઇ, 2019, મંગળવાર
જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી રોકવાના નવા પ્રયાસોમાં BSFએ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે ફોર્વર્ડ પોસ્ટ પર મહિનામાં ઓછામાં ઓછી 25 રાત રોકાવવા તમામ બટાલુયનના કમાન્ડરોને હુકમ કરાયો હતો. કમાન્ડન્ટ્સ અને તેમના સેંકડ ઇન કમાન્ડ અધિકારીઓને આ ઓર્ડરનો ચુસ્તપણે અમલ કરવા અને સરહદ પરથી તમામ પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા કહેવામાં આવ્યું હતું.
આ પોસ્ટ પાકિસ્તાન તરફથી વગર ઉશ્કેરણીએ કરાતા ફાયરિંગ અને ઘુસણખોરીના મોટા કેન્દ્રો મનાય છે.આદેશમાં કહેવામાં આવ્યું હતું કે તાજેતરના ભૂતકાળમાં દળના વરિષ્ઠ કમાન્ડરોએ અયોગ્ય રાત્રી રોકણના મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લીધો હતો અને એટલા માટે જ તેમને ઓછામાં ઓછી 25 રાત્રીઓ સરહદે રોકાવવા કહેવામાં આવ્યું હતું. BSFના પંજાબના કમાન્ડરોને પણ આવા જ ઓર્ડર અપાયા હતા.
જો એક આ ઓર્ડર થોડા સમય માટે જ છો. ત્યાં પ્રવર્તતી સ્થિતિ મુજબ વ્યુહરચનામાં ફેરફાર કરી શકાય છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.બટાલિયન કમાન્ડરોને અસરકારક સતર્કતા દાખવવા અને સુરક્ષામાં ક્યાં કચાશ ના રહી જાય તે માટે જમ્મુના સરહદી વિસ્તારમાં આવેલી ફોરવર્ડ ચોકીઓમાં ઓપરેશન કેન્દ્ર અથવા વ્યુહાત્મક છાવણી બનાવવા પણ કહેવામાં આવ્યું હતું.
પંજાબ અને જમ્મુમાં પાકિસ્તાનની સરહદે ઘુસણખોરી વિરોધી ગ્રીડને વધુ મજબૂત બનાવી બોર્ડર સીક્યોરિટી ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલી જંગી કવાયતને જોતાં આ આદેશ અપાયો હતો.'સુદર્શન'નામનો આ પ્રયોગ પહેલીથી પંદરની જુલાઇ વચ્ચે શરૂ કરાયો હતો જેમાં પંજાબ અને કાશ્મીરના 1000 કીમીની સરહદને આવરી લેવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M7jHFP
via Latest Gujarati News
0 Comments