લાલબાગ ચા રાજાને અત્યાર સુધીમાં પાંચ કરોડનું દાન


મુંબઇ, તા. 15 સપ્ટેમ્બર, 2019, રવિવાર

ગણેશોત્સવમાં પડેલા મુશળધાર વરસાદની કે પછી આર્થિક મંદીની અસર લાલબાગના રાજાની કમાણી પર થઈ નથી. આ વર્ષે ભક્તોએ લાલબાગના રાજાને ચરણે છૂટે હાથે સોના- ચાંદી તેમજ રૂપિયાનું દાન કર્યું છે.

અત્યાર સુધીમાં પહેલાં 9 દિવસમાં મળેલી દાનની રકમ ગણાઈ છે. જેમાં રાજાને ચરણે પાંચ કરોડ પાંચ લવાખ ત્રીસ હજાર રૂપિયા જેવી માતબર રકમ સાથે જ 3 કિલો 665 ગ્રામ સોનું તેમજ 56 કિલો 716 ગ્રામ ચાંદી પણ અર્પણ કરાયું છે. તેમ છતાં તેની ગણતરીમાં હજી એમ આખો દિવસ નીકળી જશે એમ પણ મંડળના સભ્યએ જણાવ્યુ ંહતું.

હાલ 90 જણાની ટીમ નાણાની ગણતરી કરી રહી છે. આ વર્ષે ભારે વરસાદ હોવા છતાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાલબાગના રાજાના દર્શન કર્યા હતા. દેશભરમાં લાલબાગના રાજા અતિશય પ્રસિધ્ધ તેમજ લોકપ્રિય છે. તેથી અનેક ભક્તોએ દાનપેટીમાં સોના- ચાંદીની રોકડ રકમ સહિત સોના- ચાંદીની વસ્તુઓ પણ બાપ્પાના ચરણે ધરાવી હતી.

 ગત વર્ષની જેમ આ વર્ષે પણ દાનની રકમ કરોડોને આંબી જશે એવો પ્રાથમિક અંદાજ હતો. તેને સાચો ઠરાવીને 9 દિવસની કમાણી જ સાડા પાંચ કરોડને આવી ગઈ છે.

રોકડ રકમની સાથે જ બાપાના ખજાનામાં સોના- ચાંદીના વિવિધ દાગીના સહિત મોદક પણ ભાવિકોએ ચઢાવ્યા છે તેમજ તેમાં અમેરિકન ડોલરનો પણ સમાવેશ છે. તે સિવાય સોના ચાંદીના વાડકા, ગ્લાસ, થાળી, સોનાની ઈંચ અને ચાંદીના પગ જેવી અનેક વસ્તુઓ બાપાના  ચરણે અર્પણ કરાઈ છે. આ બધા દાગીનાઓની હરાજી સોમવારે કરાશે એવી માહિતી મંડળના અધ્યક્ષે આપી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/301A5iz
via Latest Gujarati News

Post a Comment

0 Comments