નાઇજીરિયા, તા. 22 જાન્યુઆરી 2020 બુધવાર
પ્રેમમાં લોકો શું શું નથી કરતા? કોઇક શાહજહાઁ બને છે તો વળી કોઇક મજનુ બની જાય છે. ત્યારે આ ઘટના પણ પ્રેમની જ છે, અને થોડી અનોખી પણ છે.
ઘટના નાઇજીરિયાની છે, જ્યાં એક પતિએ પત્ની માટે વિમાન જેવા આકારનું એક સુંદર ઘર બનાવ્યું છે. જેને બનાવવામાં 20 વર્ષનો સમય લાગ્યો છે.
નાઇજીરિયાની રાજધાની અબુજામાં રહેતા જમાલ નામના વ્યક્તિની પત્નીને પ્રવાસનો શોખ છે. જેન ધ્યાનમાં રાખીને જમાલે પોતાના ઘરને જ પ્રવાસન સ્થળ બનાવી દીધું છે, જે એક અજાયબી જેવું છે. ઉપરથી વિમાન જેવા દેખાતા આ ઘરમાં આલિશાન ગેસ્ટ હાઉસ, મસ્જિદ, સ્વિમિંગ પુલ, ગાર્ડન વગેરે બધુ જ છે.
જમાલનું કહેવું છે કે તેણે આ ઘર એટલા માટે બનાવ્યું છે કે તેની પત્નીને હંમેશા લાગે કે તે પ્રવાસ કરી રહી છે. જમાલે આ ઘરનું નિર્માણ 1999માં શરૂ કર્યુ હતું. તે સમયે તેના દીકરાની ઉંમર 12 વર્ષની હતી.
તે સમયે બધા ભાઇ બહેન માતા પિતા સાથે મળીને નવા ઘરની ડિઝાઇન તૈયાર કરતા હતા. આ ઘર હવે શહેરમાં એક ટુરિસ્ટ પ્લેસ બન્યું છે. લોકો તેને જોવા માટે પણ આવે છે. જમાલે જે લોકો ઘર જોવા માટે આવે છે તેના માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tI22O5
via Latest Gujarati News
0 Comments