બોલિવૂડની ફિલ્મોના કારણે અહીં સેક્સ ક્રાઇમ્સ વધ્યા છે

ઇસ્લામાબાદ તા.22 જાન્યુઆરી 2020, બુધવાર 

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે ભારતની હિન્દી ફિલ્મોના કારણે પાકિસ્તાનમાં જાતીય અપરાધો બેફામ વધી રહ્યા હતા.

મિડિયા સાથે વાત કરતા ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનમાં સેક્સ વિષયક અપરાધો વધી જવાનું મુખ્ય કારણ બોલિવૂડની હિન્દી અને હોલિવૂડની ફિલ્મો છે. એમાં ઘટિયા જેવાં દ્રશ્યો અ્ને ઉશ્કેરનારી સામગ્રી પીરસાય છે.

તેમણે કહ્યું કે મોબાઇલ ફોન દ્વારા પાકિસ્તાનમાં બોલિવૂડ અને હોલિવૂડની ગંદકી ઠલવાય છે. સ્કૂલમાં ભણતા બાળકોને ડ્રગ્સ મળે છે અને મોબાઇલ દ્વારા ગંદી સામગ્રી પીરસાય છે જેને કારણે આ બાળકો ખોટે રસ્તે ચડી જાય છે. પાકિસ્તાનમાં સગીર વયની બાળાઓ પર થતા અત્યાચારોની ઘટના વધી રહી છે. સેક્સ ક્રાઇમની ઘટનાઓ પણ બેફામ થઇ રહી છે. એને તત્કાળ રોકવી જોઇએ નહીંતો એક આખી પેઢી બરબાદ થઇ જશે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TKSFrC
via Latest Gujarati News

Post a Comment

0 Comments