મુંબઇ તા.22 જાન્યુઆરી 2020, બુધવાર
મુંબઇના કુર્લા વિસ્તારના નહેરુ નગર નજીક મંગળવારે રાત્રે એક મહિલા પર ગેંગ રેપ કરાયો હતો. જો કે પોલીસે સમયસર પગલાં લઇને ચારે ચાર આરોપીને ઝડપી લીધા હતા.
આ મહિલા કુર્લા જંક્શન પર મેલ ટ્રેન પકડવા લોકલ ટ્રેન દ્વારા જઇ રહી હતી એવી માહિતી મળી હતી. કુર્લા સ્ટેશને લોકલમાંથી ઊતરીને એ જંક્શન તરફ જઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી એને મધ્ય પ્રદેશ જતી ટ્રેન પકડવી હતી એટલે રાત્રે 11 વાગ્યે નીકળવાની ફરજ પડી હતી.
કુર્લા લોકલ સ્ટેશનથી જંક્શન માત્ર 500 મીટર દૂર છે. શિયાળાની ઠંડી હોવાથી એ જંક્શન સુધી પહોંચવા પહેલાં લઘુશંકા કરવા માટે એક ખૂણામાં ગઇ ત્યારે આરોપીઓએ એને ઝડપી લીધી હતી. સોનુ તિવારી અને નીલેશ બારસ્કર નામના યુવાનો એને બળજબરીથી ઝાડીમાં ખેચી ગયા હતા અને એના પર રેપ કર્યો હતો.
દરમિયાન ત્યાંથી બાઇક પર નીકળેલા બીજા બે જણે આ દ્રશ્ય જોતાં એ બંને પણ લલચાયા હતા અને એ બંને એટલે કે સિદ્ધાર્થ વાઘ અને શ્રીકાંત ભોગલેએ પણ આ મહિલા પર રેપ કર્યો હતો. ત્યારબાદ એેનું મંગળસૂત્ર અને રોકડા રૂપિયા ત્રણ હજાર લઇને આ લોકો નાસી ગયા હતા. મહિલાએ સ્વસ્થતા દેખાડતાં તરત 100 નંબર ડાયલ કરીને પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી.
પોલીસે પણ તરત પગલાં લીધા હતા અને ચંદ મિનિટમાં ઘટના સ્થળે પહોંચીને બે આરોપીને ઝડપી લીધા હતા. બીજા બે આજે સવાર સુધીમાં ઝડપાઇ ગયા હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RD9QZE
via Latest Gujarati News
0 Comments