મેરેથોનમાં ભાગ લેવાથી હાઇ બ્લડપ્રેશર દૂર થતું હોવાનું સંશોધન


લંડન,તા.22 જાન્યુઆરી 2020 બુધવાર

સ્વાસ્થ્ય સારુ રાખવા માટે લોકો વિવિધ ઉપાયો અજમાવતા હોય છે પરંતુ એક સંશોધન મુજબ જે એક વાર મેરેથોન દોડમાં ભાગ લે છે તેમની હાઇ બ્લડપ્રેશરની બીમારી દૂર થાય છે એટલું જ નહી ધમનીઓની કામગીરીમાં પણ સુધારો થાય છે. ખાસ કરીને ઉંમરલાયક માણસોમાં મેરેથોન સ્પર્ધામાં ભાગ લેવાની આ સકારાત્મક અસર સૌથી વધારે જોવા મળી હતી.

 મેરેથોનની તાલીમ દરમિયાન બ્લડપ્રેશર રહેતું હોવાનું જણાવનારા દોડવીરોને દોડ સ્પર્ધામાં ભાગ લીધા પછી ફાયદો થયો હતો. એમ આ સ્ટડી સાથે સંકળાયેલા હાર્ટ સેન્ટર એન્ડ યૂનિવર્સિટી કોલેજ લંડનના શાર્લોટ મનિસ્ટીએ દાવો કર્યો હતો.

જો કે ઉંમરલાયકોને બ્લડપ્રેશરમાં ફાયદો કેવી રીતે થાય છે તે તથ્ય જાણવા મળ્યું ન હતું. સંશોધકોએ લંડન મેરેથોન ૨૦૧૬ અને ૨૦૧૭માં પ્રથમવાર દોડસ્પર્ધામાં ભાગ લેનારા  સરેરાશ ૩૭ વર્ષના ૧૩૮ ખેલાડીઓ પર સ્ટડી કર્યો હતો. આ મેરેથોનમાં મહિલાઓનો રનિંગ ટાઇમ ૫.૪ કલાક અને પુરુષોનો ૪.૫ કલાક હતો. ૪૨ કિમીની દોડ પછી તપાસ કરવામાં આવતા ધમનીઓ પર રનિંગની સકારાત્મક અસર જોવા મળી હતી. ઉંમર વધવાની સાથે ધમનીઓમાં કડક થવીએ સામાન્ય પ્રોસેસ છે. જે હ્વદય રોગ, સ્ટ્રોક, હાર્ટ એટેક અને કિડનીને લગતી બીમારી વધારે છે. પહેલી વાર મેરેથોનમાં ભાગ લેનારાઓની ધમનીમાં સંકોચન જોવા મળતું ન હતું. મેરેથોનમાં ભાગ લેનારા અગાઉ એકસરસાઇઝ કે વજન ઉતારવા ખાસ પ્રયાસ કરતા હોય તેવું પણ જણાયું ન હતું. 

મેરેથોનમાં ભાગ લેનારાના બ્લડપ્રેશરમાં જે ફાયદો જોવા મળ્યો તે ૬ મહિના સુધી વ્યાયામ કરે તેટલો હતો.કસરત અને દોડને લઇને અનેક સંશોધનો થતા રહે છે પરંતુ મેરેથોન દોડમાં ભાગ લેવાથી હાઇ બ્લડ પ્રેશર દૂર થતી હોવાનું સંશોધન મહત્વનું છે. 



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3axk9ad
via Latest Gujarati News

Post a Comment

0 Comments