દિલ્હીના માનસરોવર નજીક ડીડીએના પાર્કિંગમાં લાગી આગ

નવી દિલ્હી તા.23 જાન્યુઆરી 2020, ગુરૂવાર 

પાટનગર નવી દિલ્હીના શાહદરા વિસ્તારમાં આવેલા મનમોહન પાર્ક નજીક દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટીના પાર્કિંગ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે લાગેલી આગમાં ડઝનબંધ મોટરકાર્સ અને ટુ વ્હીલર્સ બળીને  રાખ થઇ ગયાં હતાં.

દિલ્હી ફાયર બ્રિગેડના પ્રવક્તાએ કહ્યું હતું કે અમને બુધવારે રાત્રે અઢી વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો કે મનમોહન પાર્ક નજીક ડીડીએના પાર્કિંગમાં આગ લાગી હતી. ફાયર એંજિન્સ ત્યાં પહોંચ્યા એ પહેલાં તો સંખ્યાબંધ વાહનો બળીને રાખ થઇ ગયાં હતાં. આગના કારણની તપાસ ચાલુ હતી.

ઓછામાં ઓછી બાવીસ મોટર કાર્સ અને ડઝનેક ટુ વ્હીલર્સ આગની ચપેટમાં આવી ગયાં હતાં અને બળી ગયાં હતાં. આ આગ કોઇએ કરેલું અટકચાળું હોઇ શકે છે એવી શક્યતાને પોલીસે નકારી નહોતી. પોલીસે કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ કે આગ લાગી શી રીતે ?  

જેમનાં વાહનો બળી ગયાં એ લોકો ટેન્શનમાં આવી ગયાં હતાં. ખાસ કરીને જે લોકો રોજ પોતાના કામધંધે જવા માટે વાહન વાપરે છે એ બધાંને આ ઘટનાથી શૉક લાગ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3azVhi3
via Latest Gujarati News

Post a Comment

0 Comments