નિર્ભયા કેસમાં કેન્દ્રની અરજી અંગે સુપ્રીમની ચારેય દોષિતોને નોટીસ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 11 ફેબ્રૂઆરી, 2020, મંગળવાર

 નિર્ભયા ગેંગ રેપ અને હત્યા કેસમાં દિલ્હી હાઇકોર્ટના ચુકાદા વિરૂદ્ધ કેન્દ્ર સરકારે દાખલ કરેલી અપીલના સદર્ભમાં સુપ્રીમ કોર્ટે ચારેય દોષિતોને નોટીસ ફટકારી છે. 

સુપ્રીમે સત્તાવાળાઓને સ્વતંત્રતા આપી છે કે તેઓ દોષિતોની ફાંસીની નવી તારીખ  જાહેર કરવા માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક સાધી શકે છે.  ન્યાયમૂર્તિ આર બાનુમતી, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ ને ન્યાયમૂર્તિ એ એસ બોપન્નાની બનેલી ત્રણ જજોની ખંડપીઠે જણાવ્યું હતું કે કેન્દ્ર અને દિલ્હી સરકારની સુપ્રીમ કોર્ટમાં વિલંબિત અરજી ટ્રાયલ કોર્ટને ફાંસીની નવી તારીખ જાહેર કરતા રોકી શકશે નહીં. 

કેન્દ્ર અને દિલ્હી સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અમે દોષિતોને ફાંસીની સજાની માગ આનંદ માટે કરી રહ્યાં નથી પણ કાયદાના પાલન માટે કરી રહ્યાં છે.  તેમણે જણાવ્યું હતું કે ચાર પૈકીના એક દોષિત પવન ગુપ્તાએ રાષ્ટપતિ સમક્ષ દયા અરજી ને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન પણ દાખલ કરી નથી. 

ઉલ્લેખનીય છે કે ટ્રાયલ કોર્ટે શુક્રવારે દોષિતોને ફાંસી આપવા માટેની નવી તારીખ જાહેર કરવાની માગ કરતી કેન્દ્ર અને દિલ્હી સરકારની અરજીઓ ફગાવી દીધી હતી. આ અગાઉ 31 જાન્યુઆરીએ ટ્રાયલ કોર્ટે ચાર દોષિતોની ફાંસીની સજા પર સ્ટે મૂકી દીધો હતો. 

વિનયે દયા અરજી ફગાવવાના રાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો

દયા અરજી ફગાવવાના રાષ્ટ્રપતિના નિર્ણયને પડકારવા માટે નિર્ભયા ગેંગ રેપ કેસના ચાર દોષિતો પૈકીના એક વિનય શર્માએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક સાધ્યોે છે. શર્માના વકીલ એ પી સિંહે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે  એક ફેબુ્રઆરીના રોજ વિનય શર્માની દયા અરજી ફગાવી દીધી હતી. ચાર પૈકીના એક દોષિત પવન ગુપ્તાએ રાષ્ટપતિ સમક્ષ દયા અરજી ને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન પણ દાખલ કરી નથી. જ્યારે અન્ય ત્રણ દોષિતોની દયા અરજીને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3btof3z
via Latest Gujarati News

Post a Comment

0 Comments