
મુઝફ્ફરપુર, તા. 11 ફેબ્રૂઆરી, 2020, મંગળવાર
મુઝફ્ફરપુર શેલ્ટર હોમના દોષીત ઠરેલા બ્રજેશ ઠાકુરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. બ્રજેશને પોક્સો સહિતના અનેક કાયદા અંતર્ગત દોષીત ઠેરવવામાં આવ્યો હતો. બિહારના મુઝફ્ફરપુરમાં આવેલા શેલ્ટર હોમમાં બ્રજેશ ઠાકુરે અનેક યુવતીઓની સાથે શારિરીક સંબંધો બાધ્યા એટલુ જ નહીં તેનું શોષણ પણ કર્યું હતું.
એડિશનલ સેશન્સ જજ સૌરભ કુલશ્રેષ્ઠએ આ જ કેસમાં અન્ય 11 અપરાધીઓને પણ આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે બ્રજેશ ઠાકુરને તે જીવે ત્યાં સુધી જેલમાં જ રહેવાની સજા આપવામાં આવી છે. 20મી જાન્યુઆરીએ દિલ્હીની સેશન્સ કોર્ટે પોક્સો કાયદાની સેક્શન છ અને આઇપીસીની રેપ, ગેંગરેપ સહિતની કલમો અંતર્ગત બ્રજેશ અને અન્યોને દોષિત ઠેરવ્યા હતા.
1546 પાનાના ચુકાદામાં કોર્ટે બ્રજેશને ઇન્ડિયન પિનલ કોડના સેક્શન 120-બી (ગુનાહિત કાવતરૂં), 324 (હિથયારોથી હાની પહોંચાડવી કે પહોંચાડવાનો હેતુ), જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 (બાળક સાથે અતી ક્રૂરતા પૂર્વક દાખવવી), અને પોક્સોની વિવિધ કલમો લગાવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, બ્રજેશ ઉપરાંત અન્ય 11 પણ આ કાંડમાં સામેલ હતા. કેટલાક અપરાધીઓ વતી કોર્ટમાં દલિલો કરી રહેલા વકીલ ધીરજ કુમારે કહ્યું હતું કે અમે નીચલી કોર્ટે આપેલા આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારીશું.
આ કેસમાં બિહારના પૂર્વ સોશિયલ વેલફેર મિનિસ્ટર અને જદ(યુ) નેતા મંજુ વર્મા પર પણ આરોપો થયા હતા, તેથી તેમણે સરકારમાંથી રાજીનામુ આપવંુ પડયું હતું. આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો હતો જ્યારે ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાઇન્સે આ શેલ્ટર હોમની મુલાકાત બાદ એક રિપોર્ટ બિહાર સરકારને સોપ્યો હતો.
આ શેલ્ટર હોમ બ્રજેશ ઠાકુર અને અન્ય અપરાધીઓ મળીને ચલાવતા હતા જેમાં રાખવામાં આવેલી ગરીબ બાળાઓની સાથે શારીરિક શોષણ કરાયું, તેના પર રેપ કરાયો અને પુરતુ ભોજન પણ નહોતુ અપાતું. આ બાળાઓએ બાદમાં બધી જ જાણકારી બહાર પાડતા મામલો બહાર આવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tTkjbw
via Latest Gujarati News
0 Comments