
નવી દિલ્હી, તા. 11 ફેબ્રૂઆરી, 2020, મંગળવાર
એક સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મનાતા અને સીબીઆઇના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસૃથાનાને ભ્રષ્ટાચાર સહિતના આરોપોથી મુક્ત કરવામાં આવ્યા છે.
અસૃથાના ઉપરાંત ડેપ્યૂટી સુપ્રિટેન્ડન્ટ દેવેન્દ્ર કુમારને 2018ના ભ્રષ્ટાચારના કેસમાં ક્લિનચીટ આપવામાં આવી છે. અસૃથાના પર પ્રિવેંશન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત ભ્રષ્ટાચાર ઉપરાંત ગુનાહિત કાવતરૂં, ગુનાહિત ગેર વર્તણુંક વગેરે આરોપો લગાવવામાં આવ્યા હતા.
હૈદરાબાદના એક બિઝનેસમેન સતીષ બાબુ સનાએ આરોપ લગાવ્યો હતો કે રાકેશ અસૃથાનાએ લાંચ લીધી હતી, જ્યારે આ આરોપો બાદ તે સમયના સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માએ રાકેશ અસૃથાના અને અન્ય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
જોકે રાકેશ અસૃથાના એવો દાવો કરી રહ્યા છે કે સતિષ બાબુ સનાના આરોપો જુઠા છે અને આલોક વર્માએ મને ફસાવવા માટે મારી વિરૂદ્ધ આ જુઠા આરોપોના આધારે ફરિયાદ દાખલ કરી છે.
આલોક વર્મા અને રાકેશ અસૃથાના બન્ને વચ્ચે સીબીઆઇના ડાયરેક્ટર હતા ત્યારે ખેંચતાણ અને સામસામે આરોપો થયા હતા. જેથી બાદમાં બન્નેને હટાવવામાં આવ્યા હતા.
જોકે રાકેશ અસૃથાનાની સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસ સીબીઆઇએ જ શરૂ રાખી હતી, આ કેસમાં હવે તેમને ક્લિનચીટ મળી ગઇ છે. તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે એવો કોઇ જ પુરાવો નથી કે જે રાકેશ અસૃથાના પર લગાવવામાં આવેલા આરોપોને સાચા ઠેરવે.
મોઇન કુરેશીના મની લોન્ડરિંગ કેસમાં હૈદરાબાદના સતીશ સનાને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો, આ મામલે બાદમાં સતીશ સનાએ દાવો કર્યો હતો કે મારી પાસે જ રાકેશ અસૃથાનાએ આ લાંચ માગી હતી અને બદલામાં મને બચાવવાનું વચન આપ્યું હતું.
જ્યારે એજન્સીનું કહેવું છે કે આ આરોપોને પુરવાર કરવા માટે કોઇ જ પુરાવા નથી મળ્યા. જ્યારે અન્ય એક આરોપી મનોજ પ્રસાદની પણ ધરપકડ કરવામાં આવી હતી, એજન્સીએ કહ્યું હતું કે મનોજ પ્રસાદ અને અસૃથાના વચ્ચે કોઇ જ કનેક્શન પણ નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tTgjYw
via Latest Gujarati News
0 Comments