
મુંબઈ, તા. 30 માર્ચ 2020, સોમવાર
દસમાની પરીક્ષા આપી રહેલાં દસમાના એક વિદ્યાર્થીને કોરોના હોવાનું બહાર આવ્યા બાદ શિક્ષણમાં ખળભળાટ મચી ગયો હતો. તે વિદ્યાર્થીના સંપર્કમાં આવેલાં ૩૫ માંથી ૩૩ વિદ્યાર્થીઓ તેમજ નવ શિક્ષકોના કોરોના રિપોર્ટ નિગેટિવ આવ્યા છે. આથી વિદ્યાર્થી, વાલી તેમજ શિક્ષકોએ રાહતનો શ્વાસ લીધો છે.
દક્ષિણ મુંબઈમાં રહેતાં દસમાના વિદ્યાર્થીને તેના પિતા જે દુબઈથી આવ્યા હતાં, તેમના દ્વારા સંસર્ગ થયો હતો. આ વાત ગત ૨૩ માર્ચે સામે આવી હતી. તે પહેલાં ૨૧ માર્ચના તેણે પરીક્ષા કેન્દ્ર પર જઈ પરીક્ષા આપી હતી. આથી તેના સંપર્કમાં આવેલાં પરીક્ષા કેન્દ્ર પરના ૩૫ વિદ્યાર્થીઓ તેમજ પરીક્ષકો સાથે જ તે વર્ગ સાથે સંબંધિત નવ શિક્ષકોને કોરોનાનો સંસર્ગ થયો હોવાની શક્યતા નિર્માણ થઈ હતી. આથી પ્રશાસને તુરંત ક્લાસના ૩૫ વિદ્યાર્થી તેમજ નવ શિક્ષકોને શોધી તેમની તપાસ કરી હતી. તે તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમણે રાહતના શ્વાસ લીધાં છે.
દરમ્યાન ૩૫માંથી એક વિદ્યાર્થી મોડેથી મળતાં તેની ટેસ્ટના રિપોર્ટની રાહ જોવાય છે તો અન્ય એક વિદ્યાર્થીને શોધવાનું કામ ચાલી રહ્યું છે. તે વિદ્યાર્થી હજી મળ્યો ન હોવાથી તેની કોરોના ટેસ્ટ થઈ શકી ન હોવાનું મુંબઈ મહાપાલિકાના શિક્ષણ વિભાગના અધિકારી મહેશ પાલકરે જણાવ્યું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QZmliq
via Latest Gujarati News
0 Comments