ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવા આરોપી વિનય શર્માની દિલ્હીના ઉપરાજ્યપાલને અરજી


નવી દિલ્હી, તા. 9 માર્ચ, 2020, સોમવાર

નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના દોષિત વિનય શર્માએ ફાંસીથી બચવા માાટેનો વધુ એક પ્રયત્ન કર્યો છે. ફાંસીના 11 દિવસ પહેલા વિનય શર્માના વકીલ એ પી સિંહે દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલને અરજી કરી વિનયની ફાંસીને આજીવન કેદમાં બદલવાની માગ કરી છે.

એ પી સિંહે કલમ 432 અને 433 હેઠળ પિટીશન ફાઇલ કરી છે અને ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માગ કરી છે. આ અગાઉ દોષિત  મુકેશ સિંહે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી પોતાના કાયદાકીય વિકલ્પો બહાલ કરવાની અપીલ કરી હતી. દોષિતનો આરોપ છે કે તેના વકીલે તેને ગેરમાર્ગે દોર્યો હતો.

વકીલ મનોહરલાલ શર્માના માધ્યમથી દાખલ કરાયેલી અરજીમાં મુકેશ સિંહે આરોપ મૂક્યો છે કે કેન્દ્ર, સરકાર અને ન્યાયમિત્રની ભૂમિકા નિભાવનાર વકીલ  વૃન્દા ગ્રોેવરે ગુનાહિત કાવતરૂ રચી છેતરપિંડી કરી હતી અને તેની સીબીઆઇ તપાસ કરાવવી જોઇએ. 

દિલ્હીની કોર્ટે નિર્ભયાના ચારેય દોષિતોની ફાંસી ત્રણ વખત મોકૂફ રહ્યાં પછી તેના માટે 20 માર્ચની નવી તારીખ નક્કી કરવામાં આવી છે. એડિશનલ સેસન્સ જજ સેશન્સ ઝજ ધર્મેન્દ્ર રાણાએ નિર્દેશ આપ્યા છે કે 32 વર્ષીય મુકેશ સિંહ, 25 વર્ષીય પવન ગુપ્તા, 26 વર્ષીય વિનય શર્મા અને 31 વર્ષીય અક્ષયકુમાર સિંહને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવે.

ચારેય આરોપીઓને દિલ્હીની તિહાર જેલમાં એક સાથે ફાંસી આપવામાં આવશે. દિલ્હી સરકારે એડિશનલ સેસન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ જણાવ્યું હતું કે દોષિતોએ પોતાના તમામ કાયદાકીય વિકલ્પનોે ઉપયોગ કરી લીધો છે. ત્યારબાદ કોર્ટે ફાંસી માટે 20 માર્ચની  નવી તારીખ નક્કી કરી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TUmDYv
via Latest Gujarati News

Post a Comment

0 Comments