સીએએ વિરોધીઓના પોસ્ટરો હટાવી લેવા ઉ. પ્ર. સરકારને હાઇકોર્ટનો આદેશ


લખનઉ, તા. 9 માર્ચ, 2020, સોમવાર

ઉત્તર પ્રદેશની યોગી સરકારે લખનઉમાં સીએએનો વિરોધ કરી રહેલા અને હિંસાના આરોપીઓની તસવીરોને બેનર સ્વરૂપે જાહેરમાં રોડ પર લગાવી હતી. આ બેનરોનો મામલો બાદમાં અલ્લાબાદ હાઇકોર્ટ પહોંચ્યો હતો જ્યા કોર્ટે સરકારને ફટકાર લગાવી છે અને તાત્કાલીક ધોરણે આ બેનરોને ઉતારી લેવાનો આદેશ આપ્યો છે. 

અલ્લાહાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુર અને ન્યાયાધીશ રમેશ સિંહાએ ઉત્તર પ્રદેશ સરકારને ટકોર કરતા એમ પણ કહ્યું છે કે આ પ્રકારના પોસ્ટરો ગમે તેમ ન લગાવો, કાયદાની પુરતી માહિતી મેળવ્યા બાદ જ આવું કોઇ પગલુ ભરવું જોઇએ.

થે પોતાના આદેશના અવલોકનમાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે કોઇ વ્યક્તિની વ્યક્તિગત માહિતીને તેની અનુમતી વગર આમ જાહેરમાં મુકવી તે પ્રાઇવેસીના અિધકારોનો ભંગ છે. તાત્કાલીક ધોરણે પોલીસ કમીશનરને આ બેનરો હટાવી લેવાનો આદેશ આપ્યો હતો. 

સાતમી માર્ચે કોર્ટે આ સમગ્ર ઘટનાને સુઓમોટો તરીકે લીધી હતી અને રવિવારે જ્યારે આ મામલે સુનાવણી ચાલી રહી હતી ત્યારે પણ ટકોર કરતા કહ્યું હતું કે આ રીતે કોઇની તસવીરો અને નામ તેમજ સરનામાને બેનરસ્વરૂપે જાહેરમાં મુકી દેવા તે પ્રાઇવેસીના અિધકારોનો ભંગ છે ઉપરાંત એક પ્રકારનો અન્યાય પણ છે. બાદમાં સોમવાર સુધી મામલાને મુલતવી રાખ્યો હતો, સોમવારે પોતાના આદેશમાં આખરે હાઇકોર્ટે સરકારને કહ્યું છે કે આ પોસ્ટરોને હટાવી લેવામાં આવે. 

હાઇકોર્ટે સાથે જે આદેશ આપ્યો છે તેનો અમલ થયો છે કે નહીં, બેનરો સમયસર હટાવી લેવામાં આવ્યા છે કે નહીં તેનો સંપૂર્ણ રિપોર્ટ પણ કોર્ટમાં આપવાનો આદેશ આપ્યો હતો. આ માટે 16મી માર્ચ સુધીનો સમય હાઇકોર્ટે સરકાર અને પોલીસ અિધકારીઓને આપ્યો હતો. આ રીતે અનુમતી વગર જ બેનરો લગાવી દેવાને પગલે અનેક લોકોએ સોશિયલ મીડિયા પર સરકારની ટીકા કરી હતી.  

સપા, બસપા, કોંગ્રેસે હાઇકોર્ટના આદેશને આવકાર્યો

લખનઉ, તા. 9

અલ્લાહાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સીએએ વિરોધીઓના પોસ્ટરો હટાવી લેવાનો જે આદેશ આપ્યો તેનું કોંગ્રેસ, બસપા વગેરે પક્ષોએ સ્વાગત કર્યું હતું. સપાના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે રાજ્યની વર્તમાન સરકારથી પ્રજા ત્રાસી ગઇ છે. તેને લોકોના પ્રાઇવેસીના અધિકારોની પણ કઇ જ નથી પડી.  જ્યારે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું હતું કે હાઇકોર્ટે ચે આદેશ આપ્યો તેનું અમે સ્વાગત કરીએ છીએ, જ્યારે કોંગ્રેસના રાજ્યના પ્રમુખ અજય કુમારે કહ્યું હતું કે અલ્લાહાબાદ હાઇકોર્ટના આ આદેશ પરથી સ્પષ્ટ થાય છે કે આદિત્યનાથ સરકાર ગેરબંધારણીય અને લોકશાહી વિરૂદ્ધના જે પગલા લઇ રહી છે તે ખુલ્લા પડી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33408ol
via Latest Gujarati News

Post a Comment

0 Comments