
સાતેય આરોપીઓ સામે ઇડીની લૂક આઉટ નોટિસ કપૂરની પુત્રીને એરપોર્ટ પર જ રોકી લેવાઇ
મુંબઇ, તા. 9 માર્ચ, 2020, સોમવાર
યસ બેંકમાં લાખો લોકોના કરોડો રૂપિયા ફસાયા છે, આ સિૃથતિ વચ્ચે સીબીઆઇએ મુંબઇમાં યસ બેંકના સૃથાપક રાણા કપૂર અને અન્ય આરોપીઓ સાથે સંકળાયેલા આશરે સાત જેટલા સૃથળોએ દરોડા પાડયા હતા.
જે પણ સૃથળો દરોડા પાડવામાં આવ્યા તેમાં રાણા કપૂર, ડીએચએફએલ, આરકેડબલ્યૂ ડેવલપર્સ અને ડોઇટ અર્બન વેંચર્સ પ્રાઇવેટ લિમિટેડના વિવિધ પરિસરોનો સમાવેશ થાય છે. ડીએચએફએલના મુંબઇના બાંદ્રા સિૃથત ઓફિસ પર પણ તપાસ કરવામાં આવી હતી.
જ્યારે આ મામલે હવે રાણા કપૂરવા પરિવારજનોનો પણ આરોપીઓમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. સીબીઆઇએ રાણા કપૂરના પત્ની, પુત્રીઓને પણ આરોપી બનાવ્યા છે અને તેમની વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરી દેવામાં આવી છે.
ગઇ કાલે જ રાણા કપૂરના પુત્રી રોશની કપૂરને મુંબઇ એરપોર્ટ પર જ રોકી લેવામાં આવ્યા હતા, તેઓ લંડન જવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ હવે તેમની વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
કપૂર પરીવારની સાથે પાંચ કંપનીઓ, સાત વ્યક્તિઓને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. જે લોકોને આરોપી બનાવાયા છે તેમાં દીવાન હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ (ડીએચએફએલ), આરકેડબલ્યૂ ડેવલપર્સ પ્રા. લિ.ના ધીરજ રાજેશ કુમારનો પણ સમાવેશ કરાયો છે. જ્યારે જેમને પણ આરોપી બનાવવામાં આવ્યા છે તેમની સામે સીબીઆઇએ લૂક આઉટ નોટિસ પણ જારી કરી દીધી છે. જેમાં કપૂરના પત્ની બિંદુ, પુત્રી રોશની, રાખી, રાધાનો સમાવેશ થાય છે.
ઇડીએ આ સાતેય લોકોની સામે લૂક આઉટ સર્ક્યૂલર (એલઓસી) જાહેર કરી દીધુ છે. જેમની વિરૂદ્ધ એલઓસી જાહેર કરવામાં આવ્યું છે તેઓ હવે દેશ છોડીને નહીં ભાગી શકે, રાણા કપૂરના એક પુત્રીને એરપોર્ટ પર જ રોકી લેવાયા હતા જ્યારે અન્યોની સામે કાર્યવાહી ચાલી રહી છે.
સીબીઆઇએ જે એફઆઇઆર દાખલ કરી છે તે મુજબ રાણા કપૂરે કપિલ વધાવન અને અન્યોની સાથે મળીને કાવતરૂ ઘડયું હતું. જેનાથી ડીએચએફએલને યસ બેંક પાસેથી નાણાકીય મદદ અપાવી શકાય, બદલામાં ખુદના અને પોતાના પરિવારના સભ્યોને તેની કંપનીમાં યોગ્ય સૃથાન અપાવ્યું હતું.
એપ્રીલથી જૂન 2018 દરમિયાન યસ બેંકે ડીએચએફએલમાં શોર્ટ ટર્મ ડિબેંચર્સના રૂપે 3700 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જ્યારે કપિલે રાણા કપૂર અને તેના પરિવારને લોનના બહાને 600 કરોડ રૂપિયા ચુકવ્યા હતા. ડીએચએફએલએ આ પૈસાને દેવા તરીકે દેખાડીને ડોઇટ વેંચર્સ પ્રાઇવેટ લિમિટેડ (રાણા કપૂરની કંપની)ને આપ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39yIefQ
via Latest Gujarati News
0 Comments