
મંત્રીઓનાં રાજીનામાં બાદ કેબિનેટનું વિસ્તરણ થશે, નારાજ ધારાસભ્યોને મંત્રીપદ આપી સરકાર બચાવવા પ્રયાસ
ભોપાલ, તા. 9 માર્ચ, 2020, સોમવાર
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર ફરી સંકટમાં આવી ગઇ છે, આ વખતે પક્ષના જ કદ્દાવર નેતા જ્યોતિરાદિત્ય સિંિધયાએ બાયો ચડાવી છે અને આશરે 17 જેટલા પક્ષના ધારાસભ્યોને પોતાની તરફેણમાં કરી લીધા છે. જેને પગલે હવે ગમે ત્યારે કમલનાથની સરકાર લઘુમતીમાં આવી શકે છે.
હાલની સિૃથતિ મુજબ મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં સિંિધયા અને કમલનાથ વચ્ચે બે ફાટા પડી ગયા છે. જેને પગલે કોંગ્રેસ હાઇ કમાન્ડ પણ દોડતુ થઇ ગયું છે અને કમલનાથ પાસેથી સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે. બીજી તરફ કમલનાથ સરકારમાંથી 20 મંત્રીઓએ રાતે રાજીનામા આપ્યા હતા અને કમલનાથને કહ્યું છે કે તેઓ સરકારની સાથે છે અને ઇચ્છે તે મુજબ કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે.
2018માં જ્યારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે જીત મેળવી ત્યારે જ્યોતિરાદિત્ય સિંિધયા અને કમલનાથ બન્ને વચ્ચે સત્તાની ખેંચતાણ જોવા મળી હતી પણ રાહુલ ગાંધીએ સિંિધયાને મનાવી લીધા અને કમલનાથને ન માત્ર મુખ્ય પ્રધાન બનાવ્યા સાથે રાજ્યના કોંગ્રેસના પ્રમુખનું પદ પણ કમલનાથને આપ્યું હતું. જ્યારે બીજી તરફ સિંિધયાને કોઇ ખાસ મોટો હોદો નહોતો મળ્યો. સિંિધયા લોકસભાની બેઠક નહોતા જીતી શક્યા તેથી હાલ રાજ્યસભામાં જવા માટે મથી રહ્યા હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત રાજ્યમાં પોતાને કોઇ મોટો હોદો મળે તે દિશામાં તેઓ પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ 20 મંત્રીઓએ રાજીનામા આપી દેતા હવે નવા મંત્રીમંડળની રચના થઇ શકે છે જેમાં નારાજ ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવશે, આમ કરીને કમલનાથ સરકાર બચાવવાનો પ્રયાસ કરશે.
એવા અહેવાલો છે કે સિંિધયા પોતાના 17 જેટલા સમર્થક ધારાસભ્યોની સાથે બેંગાલુરૂ પહોંચી ગયા છે અને પોતાનો મોબાઇલ પણ બંધ કરી દીધો છે. તેમની સાથે જે ધારાસભ્યો છે તેઓએ પણ પોતાના મોબાઇલ બંધ કરી દીધા છે. સમગ્ર ઘટના ક્રમના જાણકારી મેળવવા સોનિયા ગાંધીએ કમલનાથને દિલ્હી બોલાવ્યા હતા.
બીજી તરફ એવા પણ અહેવાલો ચાલી રહ્યા છે કે સિંિધયા ભાજપના ટોચના નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહના પણ સંપર્કમાં છે. કમલનાથ દિલ્હીમાં સોનિયા ગાંધીને મળવા ગયા હતા અને હોળી બાદ તેઓ મધ્ય પ્રદેશ પરત આવવાના હતા જોકે બીજી તરફ કમલનાથ દિલ્હીમાં હતા ત્યારે સિંિધયાએ ખેલ પાડી દીધો હતો અને પોતાના સમર્થક ધારાસભ્યોને લઇને જતા રહ્યા હતા.
જે 17 ધારાસભ્યો સિંિધયાના સમર્થનમાં છે તેમાં છ તો મધ્ય પ્રદેશની વર્તમાન સરકારમાં મંત્રી છે. એવા અહેવાલો પણ છે કે સિંિધયા આ વખતે માનવાની તૈયારીમાં નથી અને મન બનાવી લીધુ છે. જ્યારે બીજી તરફ ભાજપ પણ સક્રિય થઇ ગયું છે અને વિખવાદનો લાભ લઇને સરકાર બનાવવાની તૈયારીમાં છે.
સિંિધયાને રાજ્યસભામાં સાંસદનું પદ, રાજ્યમાં પ્રમુખ આૃથવા મુખ્ય પ્રધાનનું પદ જોઇતુ હતું પણ તેમ ન થઇ શક્યું જેથી હાલ બળવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલો છે. બીજી તરફ 28માંથી 20 મંત્રીઓેએ રાજીનામા આપી દીધા હોવાથી જે નવુ મંત્રીમંડળ રચાશે તેમાં બળવાખોર ધારાસભ્યોને સૃથાન આપવાની શક્યતાઓ છે.
મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની બેઠક માટે પણ ખેંચતાણ
ભોપાલ, તા. 9
મધ્ય પ્રદેશમાં વિધાનસભામાં 230 બેઠકો છે, બેના મોત બાદ હાલ 228 ધારાસભ્યો બચ્યા છે. જેમાં કોંગ્રેસ પાસે 114 અને 4 અપક્ષ, બીએસપીના બે ધારાસભ્યો, એક સપાના છે જે બધાનું સમર્થન કોંગ્રેસને મળ્યું તેથી કોંગ્રેસ પાસે હાલ 121 ધારાસભ્યો છે. તો ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. બહુમતનો આકડો 116 છે.
બીજી તરફ મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો કે જે હાલ દિગ્વિજયસિંહ, ભાજપના નેતા પ્રભાત જહા અને સત્યનારાયણ પાસે છે તેની ટર્મ 9મી એપ્રીલે પૂર્ણ થવા જઇ રહી છે.
આવી સિૃથતિમાં દિગ્વિજયસિંહ પોતાની બેઠક મુકવા તૈયાર નથી જ્યારે બીજી તરફ પ્રિયંકા ગાંધીને પણ આ બેઠક થકી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. આ સિૃથતિ વચ્ચે સિંિધયાને રાજ્યસભાની બેઠક મળે તેવી પણ શક્યતાઓ ઓછી હોવાથી તેઓ વધુ નારાજ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IvIIHK
via Latest Gujarati News
0 Comments