ભારતીય વિદ્યાર્થીએ સોશિયલ ડિસ્ટેન્સીંગ માટે પેન્ડંટ બનાવ્યું

નવી દિલ્હી, તા. 26 માર્ચ 2020, ગુરૂવાર

કોરોના વાઇરસના ચેપથી બચવા શું તમે અન્યોને એક મીટર દૂર રાખવા ઇચ્છો છો? અંતર રાખવામાં તમને તકલીફ પડે છે? તો હવે સામેની વ્યક્તિને એક મીટર કેવી રીતે દૂર રાખવો તેનો ઇલાજ પંજાબના એન્જીનીયરિંગના એક વિદ્યાર્થીએ શોધી કાઢયો હતો. લવલી યુનિ.ના પ્રબીન કુમાર દાસે 'કવચ'નામનું એક સાધન બનાવ્યું છે જે કોઇ વ્યક્તિ કવચ ધારકની નજીક આવે તો ધૃજી ઉઠે છે અને ચમકે છે.

પેન્ડેન્ટ તરીકે  જેને પહેરી શકાય એવો આ કવચમાં  પહેરનાર (ધારક)ને દર 30 મિનિટે હાથ ધોવાની પણ યાદ અપાવે એવો બીપ બીપનો અવાજ પણ રખાયો છે. તેમાં તાપમાન માપનાર સેન્સર પણ છે જે  કવચ ધારકના શરીરનું તાપમાન પુરતી માત્રા કરતાં વધી જાય તો  એસએમએસ દ્વારા એલર્ટ પણ કરે છે.

'કવચ' સસ્તુ છે અને તેને પહેરી શકાય છે જેમાં એલઇડી, વાઇ બ્રેટર, કન્ટ્રોલર, બેટરી, માનવીના શરીરનું તાપમાન સેન્સર, અલ્ટ્રાસોનિક સેન્સર, સ્વીચ અને સ્ટોરેજ હોય છે, એમ દાસે પત્રકારોને કહ્યું હતું. 'મેં જોયું હતું કે અત્યંત જરૂરી હોવા છતાં લોકો એક બીજાથી સુરક્ષિત અંતર રાખવામાં મુશ્કેલી અનુભવતા હતા.મેં વિચાર કર્યો કે આપણે એક બીજાને જે રિમાઇન્ડર આપીએ છીએ તે પુરતું નથી. આપણને સતત યાદ અપાવે એવા સાધનની જરૂર છે. એટલા માટે મેં આ પેન્ડેન્ટ બનાવ્યું'એમ દાસે કહ્યું હતું.

વેચાણ માટે તૈયાર થયા પછી આ સાધનની કિંમત આશરે 500 રૂપિયા થઇ શકે છે. પણ જો જથ્થામાં કોઇ ખરીદે તો 400 રૂપિયામાં પણ તેને પડે, એમ દાસે ઉમેર્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, સોશિયલ ડિસ્ટેન્સીંગ દવા સિવાયનો ચેપ પ્રતિકારક ઇલાજ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33NWlMs
via Latest Gujarati News

Post a Comment

0 Comments