એચડીએફસી બેંકની થાપણો 24 ટકા વધીને રૂ.11.46 લાખ કરોડ પહોંચી


(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ તા. 4 એપ્રિલ 2020, શનિવાર

ખાનગી બેંકિંગ જાયન્ટ એચડીએફસી બેંક લિમિટેડની થાપણો ૩૧,માર્ચ ૨૦૨૦ના પૂરા થયેલા ત્રિમાસિકમાં ૨૪ ટકા વધીને રૂ.૧૧.૪૬ લાખ કરોડ પહોંચી છે. જે ગત વર્ષના સમાનગાળા ૩૧,માર્ચ ૨૦૧૯ના રૂ.૯.૨૩ લાખ કરોડ હતી. આમ ગત વર્ષના સમાનગાળાની તુલનાએ થાપણોમાં ૨૪ ટકાનો વધારો થયો છે. ૩૧,ડિસેમ્બર ૨૦૧૯ના અંતે રૂ.૧૦.૬૭ લાખ કરોડની હતી. 

બેંકનું ધિરાણ ૩૧,માર્ચ ૨૦૧૯ના રૂ.૮.૧૯ લાખ કરોડનું હતું, એ ૨૧ ટકા વધીને ૩૧,માર્ચ ૨૦૨૦ના રૂ.૯.૯૩ લાખ કરોડ થયું છે. જે ૩૧,ડિસેમ્બર ૨૦૨૦ના અં તે રૂ.૯.૩૬ લાખ કરોડનું થયું હતું.  બેંકનો કાસા(કરન્ટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ) રેશીયો ગત વર્ષના સમાનગાળાના ૪૨.૪ ટકાની તુલનાએ ૪૨ ટકા રહ્યો છે, જે ૩૧,ડિસેમ્બર ૨૦૧૯ના ૩૯.૫ ટકા રહ્યો હતો. ત્રિમાસિકમાં બેંકની લોનોની કુલ ખરીદી હાઉસીંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન(એચડીએફસી) લિમિટેડ સાથે હોમ લોન અરેન્જમેન્ટ હેઠળ ડાયરેક્ટ એસાઈન્મેન્ટ રૂટ થકી રૂ.૫૪૭૯ કરોડની રહી થઈ છે. 

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના પરિણામે દેશભરમાં આર્થિક વ્યવહારો થંભી ગયા હોઈ બેંકિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રની એસેટ ગુણવતા નબળી પડવાના જોખમે બેંકો અને ફાઈનાન્સ કંપનીઓના શેરો વેચીને ઈન્વેસ્ટરો હળવા થઈ રહ્યા હોઈ ગાબડાં પડી રહ્યા છે. મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસિઝ દ્વારા પણ કોરોના વાઈરસના કારણે વૈશ્વિક આર્થિક નબળા અંદાજો મૂકવા સાથે ઘણા ક્ષેત્રો, સેકટરો અને બજારોમાં ધિરાણ શોક જોવા મળશે એવા અંદાજ બતાવ્યા છે. એચડીએફસી બેંકના શેરનો ભાવ પણ શુક્રવારે ૩,એપ્રિલ ૨૦૨૦ના ૧.૯૫ ટકા ઘટીને રૂ.૮૧૩.૫૦ રહ્યો હતો. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wdmisc
via Latest Gujarati News

Post a Comment

0 Comments