અમેરિકામાં જોબ માર્કેટ નબળી પડતા ડોલરમાં નરમાઈ પણ સોનાચાંદીમાં મક્કમતા


(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. 4 એપ્રિલ 2020, શનિવાર

કોરોનાવાઈરસની અસરને કારણે અમેરિકામાં રોજગારમાં માર્ચમાં જોરદાર ઘટાડો નોંધાતા તેની અસર ડોલર પર પડી હતી. અને સપ્તાહના અંતે ડોલર ઈન્ડેકસ દબાયો હતો જ્યારે સોનાચાંદીમાં તેજી જોવા મળી હતી. ફેબ્આરીમાં ૨.૭૫ લાખનો વધારો થયા બાદ માર્ચમાં અમેરિકામાં રોજગારમાં ૭.૦૧ લાખનો ઘટાડો થયો હતો. સતત ૧૧૩ મહિના સુધી વઘ્યા બાદ માર્ચમાં પ્રથમ વખત રોજગારમાં ઘટાડો જોવા મળ્યો છે.

કોરોનાવાઈરસની અસરને કારણે આ સ્થિતિ જોવા મળી છે. આ ઉપરાંત બેરોજગારીના આંકડા પણ બે સપ્તાહમાં વધીને એક કરોડ રહ્યો છે. બેરોજગારીનો દર જે ફેબ્આરીમાં ૩.૫૦ ટકા હતો તે માર્ચમાં વધીને ૪.૪૦ ટકા રહ્યો છે. 

અમેરિકામાં સપ્તાહના અંતે ગોલ્ડ એક ઔંસના ૧૬૨૦.૮૦ ડોલર જ્યારે ચાંદી ૧૪.૪૦ ડોલર બંધ આવી હતી. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં સોનાચાંદીના ભાવમાં શનિવારે બંધ બજારે ખાનગીમાં તેજી જોવા મળી હતી.

ગોલ્ડ ૯૯.૫૦ જે ગઈકાલે ૧૦ ગ્રામના જીએસટી વગરના રૂપિયા ૪૩૭૬૦ બંધ રહ્યા હતા તે આજે બંધ બજારે વધીને રૂપિયા ૪૪૦૦૦ જ્યારે ૯૯.૯૦ ગોલ્ડના ભાવ વધીને રૂપિયા ૪૪૧૫૦ બોલાતા હતા. ગોલ્ડની પાછળ .૯૯૯ ચાંદી પણ એક કિલોના રૂપિયા ૪૦૩૧૦ પરથી વધી જીએસટી વગર રૂપિયા ૪૦૭૫૦ બોલાતી હતી.કિંમતી ધાતુ પ્લેટિનમના સપ્તાહ અંતે ભાવ એક ઔંસના ૭૨૫ ડોલર જ્યારે પેલેડિયમના ૨૧૬૪ ડોલર રહ્યા હતા.

ઈમ્પોર્ટ પર કસ્ટમ્સ ડયૂટી વસૂલવા માટે ડોલરનો વિનિમય દર ભારત સરકારે ૭૪.૨૫ રૂપિયા પરથી વધારી ૭૬.૩૫ રૂપિયા કર્યો છે. વિનિમય દરમાં વધારો થતાં દરેક પ્રકારની આયાતો મોંઘી થશે. શનિવાર નિમિત્તે મની માર્કેટ બંધ રહી હતી, પરંતુ ખાનગીમાં ડોલર ૭૬.૧૦ રૂપિયા બોલાતો હતો. જે શુક્રવારે ૭૬.૧૬ રહ્યો હતો.

દરમિયાન ઓપેક તથા રશિયા વચ્ચે આવતા સપ્તાહે ઉત્પાદન કાપ પર સમજુતિ સધાવાની ધારણાંએ ક્ડ તેલમાં મક્કમતા જળવાઈ રહી હતી. બ્રેન્ટ ક્ડ સપ્તાહ અંતે બેરલ દીઠ ૩૪.૧૦ ડોલર જ્યારે ન્યુયોર્ક ૨૮.૩૪ ડોલર બંધ રહ્યું હતું. 

કોરોનાવાઈરસને કારણે ક્ડ તેલની માગ નીચી રહેતા માલભરાવો થઈ રહ્યો છે. આ હકીકતને ધ્યાનમાં રાખી ચીન તથા અમેરિકા વ્યૂહાત્મક રિઝર્વ ઊભું કરવા યોજના ધરાવે છે એટલું જ નહીં અમેરિકા પોતાના ઓઈલ ટેન્કરોનો ઉપયોગ સ્ટોરેજ કરવા માટે કરવા ધારે છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RfbZvc
via Latest Gujarati News

Post a Comment

0 Comments