લોકડાઉનનો ભંગ કરનારાને ગોળી મારી દો, આ દેશના રાષ્ટ્રપતિએ આપ્યો આદેશ

મનીલા, તા.2 એપ્રિલ 2020, ગુરૂવાર

કોરોનાના કહેર વચ્ચે આપણે ત્યાં લોકડાઉનનો ભંગ કરનારાને પોલીસ અલગ અલગ પ્રકારની સજા કરે છે. બહુ બહુ તો દંડા ફટકારે છે પણ બીજા દેશોમાં આવુ નથી.

તેમાં પણ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિએ રોડ્રિગો દુતેર્તેએ તો પોલીસને અ્ને સુરક્ષા દળોને આદેશ આપી દીધો છે કે, લોકડાઉનનો ભંગ કરનારને ગોળી મારી દો.

રોડ્રિગો દુતેર્તેએ કહ્યુ હતુ કે, લોકડાઉનમાં કોઈ પણ વ્યક્તિ પરેશાની ઉભી કરતો હોય તો તેને ગોળી મારો. આ આખા દેશ માટે ચેતવણી છે. સરકારના આદેશોનુ લોકો પાલન કરે. સ્વાસ્થ્ય કર્મી અને ડોકટરોને નુકસાન ના પહોંચાડે. આ એક ગંભીર અપરાધ હશે.

રોડ્રિગો દુતેર્તેએ અગાઉ પણ આ પ્રકારના આદેશ આપ્યા હતા.તેમણે 2016માં નશીલા દ્રવ્યો વેચનારા લોકોને કાનૂની કાર્યવાહી કર્યા વગર જ મારી નાંખવાનો આદેશ આપ્યો હતો.





from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/344cQE0
via Latest Gujarati News

Post a Comment

0 Comments