મહારાષ્ટ્ર સરકારે 31 મે સુધી રાજ્યમાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ તા. 17 મે 2020, રવિવાર

 મહારાષ્ટ્રમાં, લોકડાઉનનો તબક્કો ૩ આજે પૂરો થયો હવે લોક ડાઉન-૪ ને ૧૮મીથી માં ૩૧ મે સુધી લંબાણ આપવામાં આવ્યું છે. એટલે કે આ લોક ડાઉન ૧૪ દિવસનો છે  રાજ્ય સરકારે કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.  રાજ્યમાં કોરોનાવાયરસ ના  દર્દીઓની કુલ સંખ્યા ૩૦,૦૦૦ ને વટાવી ગઈ છે.  કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે અમલમાં મુકવામાંઆવેલો લોક ડાઉન નોઆજે ૫૪ મો દિવસ છે.

 મહારાષ્ટ્ર માં લોકડાઉન ૩૧ મે સુધી વધારવામાં આવ્યું છે.  રાજ્ય સરકારે કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.  લોકડાઉનનો ત્રીજો તબક્કો ૧૭ મેના રોજ સમાપ્ત થાય છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે લોકડાઉન વધારવામાં આવશે.  કેન્દ્ર આજે આ સંદર્ભમાં માર્ગદશકા પણ જારી કરશે.   લોકડાઉન ૩૧ મે સુધી જાળવવામાં આવ્યું છે.

 મુખ્ય સચિવ અજોય મહેતાના હસ્તાક્ષરવાળા આ હુકમમાં ૩૧ મે સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે.  અજય મહેતાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ અને રોગચાળો કંટ્રોલ એક્ટ ૧૮૯૭ હેઠળ રાજ્યના વહીવટના પ્રમુખ તરીકેની સત્તાનો ઉપયોગ કરીને લોકડાઉન લંબાવાનું નક્કી કર્યું છે.  કોવિડ ૧૯ ના પ્રસારને નિયંત્રિત કરવા માટે, રાજ્યએ ૩૧ મે, ૨૦૨૦ ના મધ્યરાત્રિ સુધી લોક ડાઉન વધારો કરવાની જરૂર હોવાનું ઓજોય મહેતાએ આદેશમાં જણાવ્યું હતું.  અગાઉના લોકડાઉનમાં કોવિડ ૧૯ ના પ્રસારને નિયંત્રિત કરવા માટે સમય સમય પર જારી કરવામાં આવતી માર્ગદશકા હવે ૩૧ મે, ૨૦૨૦ સુધી લાગુ રહેશે.

મહારાષ્ટ્રમાં લોકડાઉનમાં ૩૧ મે સુધીનો વધારો કર્યો પણ નવા નિયમો આજે જાહેર કરાશે

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા ૩૦,૦૦૦ પર પહોંચી ગઈ છે અને કોરોના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, આથીરાજ્યમાં લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવામાં આવ્યું છે.  ચોથા તબક્કાના લોકડાઉનની શરતો અને નિયમો અંગેના નિયમો આવતીકાલે જાહેર કરવામાં આવશે.  તેથી, લોકડાઉનમાં નાગરિકોને શું રાહત આપવામાં આવશે તે તરફ સમગ્ર મહારાષ્ટ્રનું ધ્યાન છે.

 રાજ્યના મુખ્ય સચિવ અજોય મહેતાએ લોકડાઉન વધારવા માટે વટહુકમ બહાર પાડયો છે.  ત્રીજા તબક્કાના લોકડાઉનનો આજે અંતિમ  દિવસ હતો. રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે  રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં લોકડાઉન વધારવામાં આવશે.  રાજ્યમાં કોરોનાવાયરસ કહેર ખુબ જ વ્યાપી ગયો હોવાથી લોકો ભયભીત છે. આ બીમારીની નિયંત્રણમાં લાવવા માટે વધુ ૧૪ દિવસ નું એટલે કે  લોકડાઉન ૩૧ મે સુધી વધારવામાં આવ્યું છે.  જોકે, લોકડાઉન અંગેના નવા નિયમો હજુ સુધી જારી કરાયા નથી.  ચોથા તબક્કાના લોકડાઉન અંગે કેન્દ્રની માર્ગદશકા ઉપલબ્ધ ન હોવાને કારણે રાજ્યમાં નવા નિયમોની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી.  નિયમોની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

 નવા નિયમો જણાવે છે કે ગ્રીન અને ઓરેન્જ ઝોનને મોટા પ્રમાણમાં રાહત મળશે.  રાજ્યના આથક ચક્રને વેગ આપવા કૃષિ કાર્યો અને ઉદ્યોગો પર સકારાત્મક નિર્ણયો લેવામાં આવે તેવી સંભાવના છે.  જો કે, રેડ ઝોનમાં કોઈ છૂટછાટની મંજૂરી આપવામાં આવશે નહીં, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.  તેથી, મુંબઈ, થાણે, નાગપુર, પુણે, નાસિક અને ઔરંગાબાદમાં લોકડાઉનથી રાહત મળે તેવી સંભાવના ઓછી છે.  અમે કોરોના નિયંત્રણના અંતિમ તબક્કામાં છીએ.  તેથી લોકડાઉન લંબાવામાં આવ્યું છે.  તેનું નાગરિકોએ આવકારવું જોઇએ, એમ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ ચહલે જણાવ્યું હતું



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zd6XUM
via Latest Gujarati News

Post a Comment

0 Comments