કોરોનાના સૌથી હોટ - સ્પોટ ધારાવીમાં 400000 લોકોનું સ્ક્રીનીંગ



મુંબઇ,તા.16 મે, 2020, શનિવાર

કોરોનાના દરદીઓની વધતી જતી સંખ્યાને લીધે સૌથી હોટ - સ્પોટ બની ગયેલા ધારાવીને ઝૂંમપડપટ્ટી વિસ્તારમાં આઠ  લાખ રહેવાસીઓમાંથી ચાર લાખ લોકોનું સ્ક્રીનીંગ મહાપાલિકાની ટીમં પુરૃં કર્યું છે. આ સ્ક્રીનીંગને પગલે ૩૧,૭૨૫ લોકોને ઘરમાં હોમ- ક્વોરન્ટાઇનમાં જ રહેવાનો આધેશ આપવામાં આવ્યો છે, અને ૫,૮૫૭ જણને ઇન્સ્ટિટયૂશનલ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. ધારાવીના હાઇ - રિસ્ક ઝોનમાં લોકો ઘરની બહાર ન નીકળે માટે  મહાપાલિકા તરફથી તેમને જીવન જરૃરિયાતની વસ્તુ તેમ જ દવાઓ પહોંચાડવામાં આવે છે.

જોકે તિષ્ણાતોનો એવો મત છે કે ધારાવીના સ્લમ વિસ્તારમાં હોમ - ક્વોરન્ટાઇનને કારણે કદાચ કોરોનાનો ચેપ વધુ પ્રસરવાની શકયાતા ચે. કારણકે સાવ જ નાના ઝૂંપડા કે કે  કાચા ઘરોમાં એક એક રૃમમાં પાંચ - પાંચ ને દસ-દસ લોકો રહેતા હોય છે. આને લીધે એમ પ્રસરવાની શકયતા રહે છે. બીજી તરફ મહાપાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે જેનામાં કોરોનાના કોઇ જ લક્ષણો નથી તેમને હોમ - ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જયારે સંશયિતોને તો  સંસ્થાકીય ક્વોન્ટાઇન સેન્ટરમાં જ મોકલવામાં આવ્યા છે.

ધારાવીમાં ગઇકાલે એક જ   દિવસમાં કોરોનાના ૮૪ નવા કેસ નોંધાયા હતા. આ સાથે એશિયાના સૌથી મોટા ઝૂંપડપટ્ટ વિસ્તારમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા ૧૧૪૫ થઇ છે. અત્યાર સુધીમાં ૫૩ કરદી મૃત્યુ પામ્યા છે. આ વાસ્તવિકતા વચ્ચે રાજ્ય સરકાર અને મુંબઇ મહાપાલિકા કોરોના મહામારીને અંકુશમાં લેવા મહાપ્રયાસ કરી રહી છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zcnf02
via Latest Gujarati News

Post a Comment

0 Comments