નાગપુરમાં કોરોનાગ્રસ્ત 336માંથી સાજા થયેલા 193 દરદીને રજા અપાઇ



મુંબઇ,તા.16 મે, 2020,  શનિવાર

મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગુપરમાં કોરોનાના ૩૩૬ કેસ નોંધાય હતા. આમાંથી ૧૯૩ દરદી સારવાર બાદ સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા  આપવામાં આવી હતી. આમ નાગપુરમાં ૬૦ ટકા દરદી સાજા થયા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

 નાગાપુર શહેરમાં કોરોનાના કેસ આવતા જાય છે. પરંતુ નાગપુર જિલ્લાના  ગ્રામવિસ્તારોમાં હજી કોરોનાએ પગપેસારો નથી કર્યા. સરકારી અધિકારીઓએ આનું કારણ આપતા જણાવ્યું હતું કે શહેરવાસીઓ કરતાં ગ્રામજનોની વધુ સજાગતા, લોકડાઉનનું ચૂસ્તપણે કરવામાં આવતું પાલન તેમજ  આખેઆખા ગામડાઓ સ્વૈચ્છિક રીતે સીલબંધ કરવામાં આવ્યા છે તેને કારણે ગામડાઓમાં કોરોનાનો ઉપદ્રવ અટકાવી શકાયો છે.

ગ્રામીણ વિસ્તારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ગામડામાં આવવા - જવાના રસ્તા જ  બંધ કરી દેવામાં આવ્યા છે. ગ્રામપંચાયત તરફથી દરેક ઘરે જઇને લોકોની તબિયતની  તાસ કરવામાં આવે છે કદાચ કોઇને ત્યાં બહારગામથી કોઇ મહેમાન આવ્યું છે એવી ખબર પડતાની સાથે એ આખા ઘરનાં સભ્યોને હોમ - ક્વોરન્ટાઇન કરી દેવામાં આવે છે. ઘરની બહાર સ્ટીકર ચોંટાડવામાં આવે છે. કે આ ઘરને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું છે. ગામડાના રસ્તાઓ ઉપર નિયમિત જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. શૌચાલયો સાફ રાખવામાં આવે છે. આમ લોકડાઉન ઉપરાંત રીતસરની ' ગામબંધી ' ને લીધે ખૂબ જ સારૃ પરિણામ જોવા મળ્યું છે.

સાંગલીમાં ૯૪ વર્ષના માજીએ કોરોના સામે જીત મેળવી

મુંબઇ,તા.૧૬

સાંગલી શહેરમાં ૯૪ વર્ષના એક વૃધ્ધાએ કોરોનાની  બીમારીમાંથી સાજા થઇ આ મહામારી સામે વિજય મેળવ્યો હતો. આ વયોવૃધ્ધ માજીને હોસ્પિટલમાંથી તાળીઓના ગડગડાટ  સાથે  માનભરે વિદાય આપવામાં આવી છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36cvhaH
via Latest Gujarati News

Post a Comment

0 Comments