
મુંબઇ,તા.16 મે, 2020, શનિવાર
ગુજરાતીઓ અને કચ્છીઓની બહોળી વસતીને લીધે મિની સૌરાષ્ટ્ર તરીકે જાણીતા મુંબઇના 'ઉપમહાનગર' ઘાટકોપરમાં લોકડાઉનના છડેચોક ચાલુ રહેલા ઉલ્લંઘન વચ્ચે કોરોના મહામારીએ વિકરાળ સ્વરૃપ દેખાડયું છે. આવનારા દિવસોમાં સ્થિતિ હજી ગંભીર બનવાના ઝળુંબતા જોખમ વચ્ચે પણ પ્રતિબંધ આદેશનું પાલન કરવાનું લોકો ટાળે છે. અત્યાર સુધીમાં કોરોનાના ૪૧૧ કેસ નોંધાયા છે અને ૨૨ જણનો આ મહામારીએ ભોગ લીધો છે.
કોરોનાના કેસની મુંબઇમાં શરૃઆત ઘાટકોપરથી જ થઇ હતી પછી તો જોતજોતામાં આંકડો વધતો ગયો હતો. આટલી ભયાવહ સ્થિતિ છતાં લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી કરી સવારથી લઇને બપોરે સુધી શાકભાજ અને બીજી ચીવવસ્તુ ખરીદવા નીકળી પડે છે. મકાનના કમ્પાઉન્ડમાં બાળકો ભેગા મળીને રમતા જોવા મળે છે સાંજે તો ઘાટકોપર પૂર્વના અનેક બિલ્ડિંગોની અગાશીઓ ઉપર નજર કરવામાં આવે તો રહેવાસીઓની રીતસર ભીડ જોવા મળે છે. અગાશીઓમાં જાણે મેળો જામ્યો હોય એવો દેખાવ લાગે છે. આમ લોકડાઉનનું ચૂસ્તપણે પાલન ન કરવાનં માઠું પરિણામ ઘાટકોપવાસીઓ નજર સામે જોઇ રહ્યા હોવા છતાં સુધરવાનું નામ નથી લેતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી અઠવાડિયામાં ઘાટકોપરમાં કોરોનાના દરદીઓની સંખ્યા ૫૦૦થી વધી જાય તો કહેવાય નહીં. ઘાટકોપર પૂર્વના બિલ્ડિંગોમાંથી કોરોનાના કેસ નોંધાવાની શરૃઆત થઇ હતી. ત્યાર પછી ધીરે ધીરે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રોગચાળો પ્રસરવા માંડતા જોખમી સ્થિતિ સર્જાઇ હતી. આ વસમી વાસ્તવિકતા વચ્ચે કેટલાક વિપક્ષી નેતા સરકારની અને પાલિકાની નિષ્ફળતાના આક્ષપો કરે છે, પણ પ્રતિબંધનું ઉલ્લંઘના કરતા બેજવાબદાર નાગરિકો કોરોનાના ફેલાવા માટે કેટલા જવાબહાર છે એ કોઇ જોતું નથી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X7hD4s
via Latest Gujarati News
0 Comments