મધ્યાહન ભોજન માટેના રસોડાઓમાં રંધાય છે



મુંબઈ, તા.9, મે, 2020, શનિવાર

કોવિડ-૧૯નો ઉપદ્રવ શરૃ થયા પછી લાગૂ કરવામાં આવેલી તાળાબંધીએ કારણે બધી શાળાઓ પણ બંધ કરી દેવાની નોબત આવી છે. પરંતુ મહાપાલિકાની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આપવામાં આવતું મધ્યાહન ભોજન જે વિશાળ અને અત્યાધુનિક રસોડામાં રાંધવામાં આવતું તે હજી પણ દરરોજ ૧,૧૫,૦૦૦ લોકો માટે  ભોજન બનાવે છે. બપોર સુધી બીએમસીના કર્મચારીઓ, સ્વાસ્થ્યકર્મીઓ, પરપ્રાંતિય શ્રમિકો, ઘરવિહોાણા લોકો, ગરીબો તેમજ ક્વોરન્ટિન કેન્દ્રોમાં રહેલા દરદીઓ સુધી ભોજન પહોંચાડવા આ રસોડું રાત્રે ૨.૩૦ વાગે જ શરૃ થઈ જાય છે.

ઔપચારિક રીતે 'ઈસ્કોન ફૂડ રીલિફ ફાઉન્ડેશન' તરીકે ઓળખાતા 'અન્નામૃત ફાઉન્ડેશન' હેઠળ ચાલતા 'કરૃણા' પ્રોજેક્ટનું રસોડું કોરોનાકાળમાં ખરેખર જરૃરિયાતમંદ લોકો પર કરૃણા વરસાવી રહ્યું છે. આ સંસ્થાના વહીવટી સલાહકાર ડો. રાધા કૃષ્ણદાસે કહ્યું હતું કે શાળાઓ આમેય બંધ છે. તેથી અમે વિચાર્યું કે આ રસોડાનો ઉપયોગ પોતાની જાનની બાજુ લગાવીને દરદીઓની સેવામાં રત રહેનારા સ્વાસ્થ્ય કર્મચારીઓ અને જરૃરિયાતમંદો માટે કરવો જોઈએ. તેથી અમે અમારા ચેમ્બુર, મીરારોડ, ભાઈંદર જેવા સ્થળોએ કાર્યરત વિશાળ રસોડાઓમાં તૈયાર કરેલી રસોઈને ભોજન ગરમ રહે એવા સ્ટીલના  ડબ્બાઓમાં પેક કરીને દરરોજ ઝૂંપડપટ્ટીઓમાં, વસઈ- વિરારના આદિવાસી પટ્ટાઓમાં, અંબુજવાડી, માલવણી, મલાડ, ધારાવી, બોરીવલી, રમાઈબાઈ કોલોની, વિક્રોલી પાઈપલાઈન, સાકીનાકા, ઘાટકોપર (પૂ.) નવી મુંબઈ, ભાયખલા અને કોલાબા ખાતે મોકલીએ છીએ.

જોકે આ સંસ્થા પાસે ભોજન વિતરણ માટેનું નેટવર્ક ન હોવાથી આ કાર્યમાં તેમને રોટરી ક્લબ ઓફ મુંબઈ ક્વીન્સ નેકલેસ, જાયન્ટ્સ કલબ, વાયએમસીએ, આઈડીએફ, અર્હમ યુવા સેવા ગુ્રપ, આર્ટ ઓફ લિવિંગ જેવી સંખ્યાબંધ સંસ્થાઓ મદદ કરે છે. રામકૃષ્ણ દાસે કહ્યું હતું કે સ્લમ વિસ્તારોની સાંકડી ગલીઓમાં એકથી વધુ જણ પસાર પણ નથી થઈ શકતાં. આવા વિસ્તારોમાં સ્થાનિક સ્વયંસેવકોની મદદ વિના ભોજન પહોંચાડવાનું અમારા માટે શક્ય નથી.

અત્રે એ વાતની નોંધ લેવી રહી કે લોકડાઉનના આરંભથી લઈને ૪૨ દિવસની અવધિમાં આ સંસ્થાએ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ૩૧,૧૦,૮૫૦ જેટલાં લોકોની જઠરાગ્નિ ઠારી છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3czvCGO
via Latest Gujarati News

Post a Comment

0 Comments