
મુંબઈ, તા.8 મે, 2020, શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારની માલિકીની વીજ વિતરણ કંપની મહાવિતરણ લિમિટેડના ગ્રાહકો છેલ્લા એક અઠવાડિયાથી પાવર કટ અને વોલ્ટેજ ફલક્ચ્યુએશન્સથી પરેશાન છે. ખાસ કરીને કલ્યાણ, ભિવંડી, મુમ્બ્રા, કલવા અને નવીમુંબઈના રહેવાસીઓને બળબળતા ઉનાળામાં વીજકંપની સમસ્યા સતાવી રહી છે.
આ બાબતમાં મહાવિતરણના પ્રવક્ચાઓ એેવો ખુલાસો કર્યો હતો કે કંપનીએ હાલ ચોમાસા પૂર્વેનું મેઈનટેનન્સ ભર્તુ હાથ ધર્યું છે. લોકડાઉનનો લાભ લઈને અમે અમારા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને મેઈનટ્રેન અને અપડે કરવાનું કામ ઉપાડયું છે. આ કામ ચોમાસા પહેલા પુરું કરી દેવું જરૃરી છે. એને લીધે કેટલાક વિસ્તારોમાં તાત્પુરતો વીજ પુરવઢો ખોરવાતો હશે.
ઉનાળા દરમ્યાન મહાવિતરણનો લોડ ટોચ પર ન હોવા છતાં મહા પરિસ્થિતિ ઊભી થઈ છે. સામાન્ય પણે ઉનાળામાં મહાવિતરણનો લોડ સહેલાઈથી ૨૦,૦૦૦ મેગાવોટને આંબી જતો હોય છે. પણ આ વખતે લોકડાઉનને કારણે મોટાભાગના ઉદ્યોગો બંધ છે અને વેપાર-ધંધા પણ ઠપ છે એટલે અત્યારે મહાવિતરણ ૧૫ થી ૧૭ હજાર મેગાવોટ વીજળીનું વિતરણ કરી રહી છે.
કલ્યાણ(પૂર્વ) ના વાલ્ધુનીના એક રહેવાસીએ જણાવ્યું હતું કે વીજળી જાય ત્યારે પંખા વિના ઘરમાં રહેવું અશક્ય બની જાય છે. લોકોના ટોળેટોળા ઘર છોડી રસ્તા પર આવી જાય છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ કોરાણે મુકાઈ જાય છે. એને પગલે અમારા એરિયામાં કોવિદ-૧૯ ના કેસ વધી શકે છે.
સાતપાડાની એક ગૃહિણીએ કહ્યું હતું કે સ્કૂલોએ ઓનલાઈન ક્લાસિસ શરૃ કરી દીધા છે પણ ગમે ત્યારે વીજળી ગુલ થઈ જતી હોવાથી અમારા બાળકો ભણી નથી શકતા, એમનો અભ્યાસ બગડે છે. વળી, વીજળી જવાની હોય ત્યારે મહાવિતરણ અમને પહેલાની જેમ એસએમએસ પણ કરતી નથી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35LHnHr
via Latest Gujarati News
0 Comments