
મુંબઈ, તા.7 મે, 2020, ગુરુવાર
મુંબઈ મહાપાલિકાએ બુધવારે એક સુધારેલો આદેશ બહાર પાડીને શહેરમાં એક રોડ પર એકના હિસાબે ઈલેકટ્રોનિક્સ અને હાર્ડવેરની દુકાનો ખુલી રાખવાની પરવાનગી આપી છે. એને પગલે ફ્રીઝ, એસી, ટીવી, વોટર ફિલ્ટર વગેરે મળતા થશે. પરંતુ સમસ્યા એ છે કે ૪૬ દિવસના લોકડાઉન પછી મુંબઈગરાંની જરૃરી ચીજવસ્તુઓ (એસેસન્સિયલ આઈટમ્સ)ની યાદી લંબાતી જાય છે. એમના મતે હવે વસ્ત્રો, પગરખાં અને કિચન એપ્લાયંસીસને પણ પાલિકાએ હવે એસેસન્સિયલ્સની યાદીમાં સામેલ કરી આ વસ્તુઓ વેચતી દુકાનો ખોલવાની પરવાનગી આપવી જોઈએ.
દાખલા તરીકે, ઘરમાં જ સિલાઈકામ કરીને આવક રળતા પુરુષો અને સ્ત્રીઓ છેલ્લા દોઢ મહીનાથી દોરા ન મળવાથી પરેશાન છે. દોરા ઉપરાંત સાડીના ફોલ, બટન, હુક વગેરે ન મળવાથી એમનો વ્યવસાય પડી ભાંગ્યો છે.
કપડાંની દુકાનોને તાળા હોવાથી નવજાત શિશુઓ માટે કપડાં કે બેબી પ્રોડકટ્સ પણ ખરીદી નથી શકાતી. આપણાં દેશમાં બાળકના જન્મ પહેલાં આ બધી વસ્તુઓ ખરીદાતી નથી. એટલે જે ઘરમાં બાળકનો લોકડાઉન દરમ્યાન જન્મ થયો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. આવી બીજી ઘણી વસ્તુઓ છે જે જરૃરી હોવા છતાં મળતી નથી. એટલે નોન એસેન્સિયલ વસ્તુઓની દુકાનો પણ ખુલવી જોઈએ એવી માગણી ઉઠી રહી છે.
દારૃની દુકાનો બહાર લાંબી લાઈનો લાગતા સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો કોરાણે મુકાયા હતા. એને પગલે બીએમસીએ વાઈન શોપ નોન- એસેસેન્શિયલ વસ્તુઓની દુકાનો પણ બંધ કરાવી દીધી હતી. પાલિકાના આ પગલાંની ટીકા થઈ રહી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ceAqRR
via Latest Gujarati News
0 Comments